કાંતિભાઈ અમૃતિયા સહીતના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં યુવાનોએ ૨૬/૧૧ મુંબઈ હુમલા ના શહીદ દીવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.
યુવાનોએ કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી સંવિધાન દીનની ઉજવણી કરી.
આગામી તા.૧-૧૨ ના રોજ ગુજરાત વિધાનસભાનુ પ્રથમ તબક્કાનુ મોરબી-માળીયા ૬૫ વિધાનસભાનુ મતદાન યોજાવાનું છે ત્યારે મોરબી-માળીયા બેઠક પર આશરે ૨૦ હજાર જેટલા નવા યુવા મતદારો જોડાયા છે, જેઓ પ્રથમ વખત મતદાન દ્વારા લોકતંત્રનો પર્વ ઉજવવા જઈ રહ્યા છે, તેમનો જુવાળ ભાજપ તરફી જોવા મળી રહ્યો છે. આજે પ્રથમ વખત મતદાર કરવા ઉત્સુક બહોળી સંખ્યામાં યુવા મતદારોએ મોરબી-માળીયા ૬૫ વિધાનસભાના ભાજપનાં લોકપ્રિય ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયાને સમર્થન જાહેર કર્યુ છે.
આજ રોજ ભારતીય બંધારણ દીન હોય, કાંતિભાઈ અમૃતિયાની આગેવાનીમાં બહોળી સંખ્યામાં યુવાનોએ રેલી યોજી બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનો પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ આજ રોજ ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલા માં શહીદ થયેલ દીવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ તકે કાંતિભાઈ અમૃતિયા, સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, સુર્યરાજસિંહ જેઠવા, ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, સુખદેવભાઈ દેલવાડીયા,વનરાજસિંહ, વરસડા સાહેબ,અજયભાઈ કોટક, નિર્મિતભાઈ કક્કડ, ભરતભાઈ બારોટ સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી જીલ્લામાં 'અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ" અંગે કડક કાર્યવાહી કરતી મોરબી પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેમાં ૩૮૯ સ્કૂલ વાન ચેક કરવામાં આવી હતી.
મોરબી જીલ્લામાં 'અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ”...
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...