મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સોસાયટી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનનું બાઇક કોઈ કારણોસર રસ્તા ઉપર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને નીચે પટકાયેલા યુવાનનું માથું ફૂટપાથ સાથે ભટકાયું હતું અને તેને માથામાં ગંભીર ઈજા થવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતકના ભાઇની ફરિયાદ લઈને મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના બાંદા જિલ્લાના વતની અને હાલમાં સીરામીક સિટીમાં એફ-1 બ્લોક નંબર 102 માં રહેતો મોહીતકુમાર નંદકિશોરભાઇ શ્રીવાસ ગત તા.8ની મોડીરાત્રે મોરબી શહેરમાં મહારાણ પ્રતાપ સોસાયટી સામે સર્વીસ રોડ ઉપર પોતાનું બજાજ ડીસ્કવર મોટર સાયકલ લઈને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા યુવાન ઢસડાઈ રોડની ફૂટપાથ સાથે અથડાયો હતો. અકસ્માતમાં યુવાનના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.
બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ રોહિતભાઈ નંદકિશોર શ્રીવાસ (25) રહે. સિરામિક સિટી વાળાની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
તમારા વિસ્તારમાં તમારા સાંસદ ક્યારે આવ્યા ?
સાંસદની ચૂંટણી વખતે શેરીએ ગલીએ મતની ભીખ માંગતા મોરબી કચ્છ ના સાંસદ વિનોદ ચાવડા જોવા મળતા હતા પરંતુ ત્યાર બાદ જાણે મોરબી તેમનો મતવિસ્તાર ના હોય તેવું લાગી રહ્યું છે. કચ્છ મોરબી લોકસભામાં સૌથી સારી લીડ મોરબી થી જ વિનોદ ચાવડાને આપી હતી....
મોરબીના વીસીપરા વીસીનગર વિજયનગર રોડ શેરી નં -૦૨ માં આવેલ આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ કિં રૂ. ૮૪૦૦૦ નો મુદામાલ મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ...