મોરબીમાં મહા શિવરાત્રીના દિવસે જાહેર માર્ગોપર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મુકવા કલેકટરને રજૂઆત
મોરબી: હિંદુ સમાજના પવિત્ર તહેવાર મહા શિવરાત્રી ના દિવસે મોરબીના જાહેર માર્ગોપર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મૂકવા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરી.
18/02/2023 ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર તહેવાર મહા શિવરાત્રી આવિ રહ્યો છે. આ પવિત્ર દિવસે હિન્દુ સમાજના દરેક લોકો એ ભગવાન શિવની પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે તો આ પવિત્ર દિવસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે તો આ દરમ્યાન મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનો વેચાણ અથવા કતલખાના ચાલુ હોય તેના પર પ્રતિબંધ લગાવવામાં આવે અને એ જાહેરનામાની કડક અમલીકરણ પણ થાય. આ વિષયનું જાહેરનામું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ છે. તો મોરબી જિલ્લા માં પણ આ બાબતનું જાહેરનામું બહાર પાડવા મોરબી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા માંગ કરવામાં આવી છે.