Tuesday, June 24, 2025

મોરબીમાં યુવકને વિશ્વાસમાં લઈ ટેન્કર ખરીદી બે શખ્સોએ રૂ. 36.99 લાખની છેતરપિંડી કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં યુવક અને તેના મિત્રને ૦૩ ટેન્કર વેચવાના હોય જેથી બે શખ્સો યુવક પાસે આવી ગાડી લેવાની છે તેવું કહી યુવકને વિશ્વાસમાં લઈ ત્રણ ટેન્કરોનો રૂ. ૩૭,૫૦, ૦૦૦મા સોદો કરી યુવકને વિશ્વાસમાં લઈ લખાણ કરાવી ટેન્કરના અસલ કાગળો લઈ એડવાન્સ પેટે રૂ. ૫૧,૦૦૦ આપી બાકિના રૂ. ૩૬,૯૯,૦૦૦ નહી આપી યુવક સાથે છેતરપિંડી કરી હોવાની ભોગ બનનાર યુવકે આરોપી બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મુળ મોરબીના રામપર ગામના વતની અને હાલ મોરબીના સામા કાંઠે સુર્યકિર્તીનગર સોસાયટી વિભાગ -૨ રૂષીકેશ સ્કુલ પાસે રહેતા અને ગાડીઓનો ધંધો કરતા હસમુખભાઇ નાજાભાઈ હુંબલ (ઉ.વ.૪૦) એ આરોપી દેવાભાઈ ઉર્ફે બાબુભાઇ સારીગભાઈ પંડક રહે. જામનગર તથા ભુરાભાઈ દાનાભાઈ મોરી રહે. ગામ રાતડી પોરબંદર વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૧-૨૦૨૨ ના રોજ ફરીયાદી તથા મિત્રને પોતાની ૦૩ ટેન્કર વેચવાની હોય જેથી આરોપી દેવાભાઇ ઉર્ફે ભુરાભાઇને વાત કરતા આરોપી દેવાભાઇએ આરોપી ભુરાભાઇ મોરીને ગાડી લેવાની છે તેવુ કહીને ભુરાભાઇ સાથે ફરીયાદી પાસે આવી ફરીયાદીને વિશ્વાસમા લઇ ફરીયાદીની ટેન્કર (૧) જી.જે.-૦૩-એઝેડ-૫૭૧૬ તથા (૨) જી.જે.-૦૩-એઝેડ-૭૭૧૬ વાળી તથા પ્રદિપભાઇની ગાડી નં- (૩) જી.જે.-૦૩-એઝેડ-૬૪૯૫ વાળી નો સોદો કરી જેની એકની કી.રૂ-૧૨,૫૦,૦૦૦/- ગણી કુલ રૂ-૩૭,૫૦,૦૦૦/- ની લઇ ફરીયાદીને વિશ્વાસમા લઇ લખાણ કરાવી ટેન્કરના અસલ કાગળો લઇ એડવાન્સ પેટે રૂ-૫૧,૦૦૦/- આપી બાકીના રૂપીયા- ૩૬,૯૯,૦૦૦/- નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી બંને શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૦૬, ૪૨૦, ૧૧૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર