મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 143 બોટલો સાથે મહિલા ઝડપાઇ
મોરબી: મોરબી વાવડી રોડ સતનામ ગૌશાળા સામે શક્તિધામ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૪૩ બોટલો સાથે એક મહિલાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી છે.
મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ સતનામ ગૌશાળા સામે શક્તિધામ સોસાયટીમાં રહેતી આરોપી રેખાબેન લલીતભાઈ વઘોરા (ઉ.વ.૩૫) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૪૩ કિં રૂ.૯૦,૩૯૫ તથા કેફી પ્રવાહી ભરેલા બાચકા દેશ દારૂ લિટર ૧૦૦ કિં રૂ.૨૦૦૦ મળી કુલ કિં રૂ.૯૨,૩૯૫ ના મુદ્દામાલ સાથે આરોપી રેખાબેન ને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.