મોરબીમાં વાવડી રોડ પરથી વર્લી મટકાનો જુગાર રમતા એક ઝડપાયો
મોરબી: મોરબીના વાવડી રોડ પર બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતા આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર બાપા સીતારામની મઢુલી પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી મનોજગર બટુકગર ગૌસ્વામી (ઉ.વ.૩૪) રહે. ભગવતી પાર્ક વાવડી રોડ મોરબી વાળાને રોકડ રકમ રૂપિયા ૩૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.