તજજ્ઞો દ્વારા ૨૮૦ થી વધુ વિદ્યાર્થીઓને વિદેશ રોજગાર તેમજ કારર્કિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું
નિયામક, રોજગાર અને તાલીમ ગાંધીનગરના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરી-મોરબી તથા વિદેશ રોજગાર સેલ રાજકોટના સંયુક્ત ઉપક્રમે નવયુગ કોલેજ-વીરપર અને શ્રીમતિ એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલ-મોરબી ખાતે વિદેશ રોજગાર તથા વ્યવાસાયિક અને કારકિર્દી માર્ગદર્શન અંગેના સેમીનારનું અયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમાં રોજગાર કચેરીની સેવા, વિદેશ રોજગાર સેલની કામગીરી, વિદેશ રોજગાર, વિઝા, પાસપોર્ટ, એજ્યુકેશન લોન, અનુંબધમ પોર્ટલ વિશે માહિતી, ધોરણ ૧૦,૧૨ પછી મળતા વિવિધ સ્કોપ, ડીપ્લોમાં તેમજ ડીગ્રી, આઈ.ટી.આઈ. સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉજ્વળ કારકિર્દી બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
ઉપરાંત સરકારી અને પ્રાઇવેટ સેક્ટર માં રહેલ નોકરીના તકો વિશે માહિતી આપવામાં આવી હતી જેનો અંદાજીત ૨૮૦ થી વધુ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આ સેમીનારમાં વિદેશ રોજગાર સેલ(રાજકોટ)ના અલતાફ દેરયા અને જિલ્લા રોજગાર કચેરી- મોરબીના ચતુરભાઈ વરાણીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું તેવું મોરબી જિલ્લા રોજગાર અધિકારી મનિષા સાવલીયાની યાદીમાં જણાવાયું છે.
મોરબી જિલ્લા વિકાસ અધિકારી અને પી એમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય કોઠારીયા તરફથી મોરબી જિલ્લામાં આવેલ સરકારી તથા પ્રાઇવેટ સ્કૂલ ના આચાર્યઓ , તથા જેના બાળકો ધોરણ 8 અને 10 માં ભણતા હોય તેવા વાલીઓની મિટિંગ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા માં આગામી તારીખ 01-09-2025 ના રોજ બપોરે 4:00...
મોરબી : મોરબીના નવા હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ મહોત્સવમાં આજે રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને આપણા ગુજરાતમાં પ્રખ્યાત એવા કમો હાસ્યની રમઝટ બોલાવશે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ ખાતે હાઉસિંગ બોર્ડ કા રાજા નામના ગણેશ મહોત્સવનું સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા અયોજન...