મોરબીમાં વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી યુવાનને જાનથી મારી નાંખવાની ધમકી આપી; બાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબીમાં વ્યાજખોરોને વ્યાજ ચુકવેલ હોવા છતાં વ્યાજખોરોએ વ્યાજ સહીતના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી યુવાનને ગાળો આપી બળજબરીથી અલગ-આલગ બેન્કના કોરા ચેકમાં સહીઓ કરાવી વ્યાજ સહીત રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાંખવાની બાર શખ્સોએ ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવાને બાર શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં વાઘપરા શેરી નં- ૧૦ ” ભારત નિવાસ” મકાનમાં રહેતા રાજેશભાઈ તુલસીભાઈ ભોજવાણી (ઉ.વ.૪૧) એ આરોપી દિપકભાઇ ગોગરા, ફારૂકભાઇ જેડા, મુકેશભાઇ મોચી, નરેન્દ્રસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, રમેશભાઇ ભરવાડ, લાલાભાઇ ભરવાડ, જીતુભાઇ શર્મા, ડેવીડ અનીલભાઇ રાજા (ઠક્કર), અશ્વીનભાઇ પટેલ, શિવુભા ઠે., વિરૂભા ઠે. રહે બધા મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી આશરે બે એક વર્ષ પહેલાથી આજદિન સુધી આરોપીઓએ ફરીયાદીને ઉચા વ્યાજે કોઇ પણ જાતના નાણા ધીર ધારનુ લાયસન્સ ન હોવા છતા નાણા ધીરી ફરીયાદી એ વ્યાજ ચુકવેલ હોવા છતા આરોપીઓએ ફરીયાદી પાસે વ્યાજ સહીતના રૂપીયાની પઠ્ઠાણી ઉઘરાણી કરી ફરીયાદીના ઘરે તથા ફરીયાદીની દુકાન ખાતે જઇ ફરીયાદીને ભુંડા બોલી, ગાળો બોલી, ફરીયાદી પાસેથી અલગ અલગ બેંકના કોરા ચેકમાં બળજબરીથી સહીઓ કરાવી લઇ અને વ્યાજ સહીત રૂપીયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ભોગ બનનાર રાજેશભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ – ૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ધી ગુજરાત મનીલેન્ડર્સ એકટ – ૨૦૧૧ ની કલમ – ૫,૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
