મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી, તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવજીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત, વ્યસ્ત છે.
ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ત્યારે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ધ્યાન શિબિર ચૌદ દિવસ સુધી મોરબીમાં ઈડન હિલ ખાતે દશ દિવસ અને ચાર દિવસ કેશવ ફાર્મ-સજ્જનપર ખાતે કુદરતી વાતાવરણમાં, પ્રકૃતિની ગોદમાં યોજાઈ. જેમાં સાધકોએ રાજુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરી સાધકોએ દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરી હતી, ઘણા સાધકોએ વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી હતી, માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું સાધકોએ પ્રાપ્ત કર્યું હતું. શિબિરને સફળ બનાવવા નવણિતભાઈ કુંડારિયા, ડાહ્યાભાઈ સહિતના એસએસવાય શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
મૂળ મોરબી તાલુકા રાજપર ગામના નીવાસી પૂજ્ય શ્રી સુરેશ મહારાજ તારીખ ૧૯-૦૮-૨૦૨૫ ને મંગળવારના રોજ નર્મદા તીર્થ ક્ષેત્રે બ્રહ્મલીન થયેલ છે.
તેમના આત્મશ્રેયઅર્થે તારીખ ૨૧-૦૮-૨૦૨૫ ને ગુરુવારના રોજ બપોરે ૦૩ થી ૦૬ વાગ્યે રાજપર પટેલ સમાજ વાડી ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવેલ છે.
...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, જલારામ સેવા મંડળના ઉપપ્રમુખ, લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબીના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી જલારામ વેવિશાળ માહિતી...