મોરબીમા સિરામિક સીટી ઇ-૩ ના પાર્કિંગમાથી બુલેટની ઉઠાંતરી
મોરબી: મોરબી-૨ માં સિરામિક સીટી ઇ-૩ ના પાર્કિંગમાથી અજાણ્યા ચોર ઈસમ બુલેટ ચોરી કરી લઇ ગયા હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હસમુખભાઇ અઘારા (ઉ.વ.૨૧) રહે. સીરામીક સીટી ઇ-૩ ૧૦૩ મોરબી-૨ વાળાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૯-૦૨- ૨૦૨૩ ના રાત્રીના દશેક વાગ્યા થી ૧૦-૦૨-૨૦૨૩ ના સવારના દશ વાગ્યા દરમ્યાન ફરીયાદીનુ રોયલ ઈનફીલ્ડ કંપનીનું ક્લાસીક ૩૫૦ બુલેટ મોટરસાયકલ રજીસ્ટર નંબર- GJ-36-AB-2187વાળુ જેની કિંમત રૂ.૧,૨૦,૦૦૦વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હવાની હસમુખભાઇએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી.