મોરબી: અકસ્માત ના ગુનાહમાં નાસ્તો ફરતો આરોપી ઉમરગાવ થી ઝડપાયો
છેલ્લા પાંચ વર્ષથી અકસ્માતમાં ના ગુનાહમાં નાસ્તો ફરતો આરોપી યોગેન્દ્ર સિંહ રાજપૂત ને ઝડપી પાડતી પોલીસ
પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ જિજ્ઞાસાબેન કણસાગરા તથા પો.હેડ કોન્સ જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૩૪/૧૮ આઇ.પી.સી કલમ- ૨૭૯,૩૦૪(૨) વિ. મુજબના ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી યોગેન્દ્રસિંહ લાલબહાદુરસિંહ નાગવંશી/રાજપુત ઉ.વ.૩૮ રહે. મૂળ રામપુર તા.જી.ચંદૌલી (યુ.પી.) હાલે,રહે ઉમરગામ દેવધામ વીસ્તાર ગુપ્તાની ચાલીમા તા.ઉમરગામ જી.વલસાડ વાળાને આજરોજ ઉમરગામ ગુપ્તાની ચાલી ખાતેથી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.
આમ, મોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે.ના વાહન અકસ્માતના ગુન્હામા છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામા મોરબી પેરોલ ફર્લો સ્કવોડને સફળતા મળેલ છે.