મોરબી: ઉમિયાનગર ગ્રામ પંચાયતનું જયસુખ પટેલને સમર્થન
મોરબી: મોરબીની જનતા અને સંસ્થાઓ જયસુખભાઈ પટેલના સમર્થનમાં આવી રહી છે. ત્યારે ઉમિયાનગર ગ્રામ પંચાયત પણ જયસુખભાઈ પટેલના સમર્થનમાં આવી છે.
મોરબીમાં ત્રણ મહિના અગાઉ બનેલ પુલ દુર્ઘટનામાં ઘણા લોકો એ પોતાના જીવ ગુમાવ્યા હતા બાદ ત્રણ મહિના સુધી આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો બાદ કોર્ટમાં પુલ દુર્ઘટનાના આરોપી જયસુખભાઈ પટેલ એ સરેન્ડર કર્યું હતું. બાદ હાલ તેમના રિમાન્ડ ચાલી રહ્યા છે. ત્યારે મોરબીની જનતા અને ઘણી બધી સંસ્થાઓ જયસુખભાઈના સમર્થનમાં આવી છે. ત્યારે ઉમિયાનગર ગ્રામ પંચાયત પણ તેમના સપોર્ટમાં આવી છે. ત્યારે ઉમિયાનગર ગ્રામ પંચાયત એ જણાવ્યું હતું કે જયસુખભાઈ પટેલના પિતા ઓ.આર પટેલએ મોરબી માટે ઘણા બધા સેવાકીય કર્યો કર્યા છે અને તેમને પોતાનું આખું જીવન મોરબીના લોકોની સેવામાં વ્યતિત કર્યું છે. ત્યારે તેમના દીકરા જયસુખભાઈ પટેલ એ પણ તેમનું જીવન સેવાકીય કાર્યોમાં વ્યતિત કર્યું છે. ત્યારે તેમના દીકરા જયસુખભાઈ પટેલ ૧૦-૧૫ રૂપિયાની ટિકિટમાં કઈ ખોટું કરી સકે ત્યારે જયસુખભાઈ પટેલને ઉમિયાનગર ગ્રામ પંચાયતએ ખુલ્લું સમર્થન આપ્યું છે.