મોરબી એલ.ઇ.કોલેજ નજીક ટ્રેકટર હડફેટે લેતા દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત
મોરબી: મોરબી એલ.ઇ.કોલેજ નજીક આવેલ અક્ષર સીટી ફ્લોરાની સાઈટમાં ટ્રેકટર હડફેટે લેતા દોઢ વર્ષની માસૂમ બાળકીનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી ટ્રેકટર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલ.ઇ.કોલેજ નજીક આવેલ અક્ષર સીટી ફ્લોરા પાસે GJ-17 -BN-1740 નંબરના ટ્રેકટર ચાલકે બેદરકારીથી પોતાનું ટ્રેકટર ચલાવી મુળ મધ્યપ્રદેશના વતની રવીન્દ્રભાઈ લાલચંદભાઈ ખંદેળાની દોઢ વર્ષની માસૂમ બાળકી આરોહીને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી ટ્રેકટર મૂકી નાસી ગયો હતો. આ બનાવ અંગે રવીન્દ્રભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.