Sunday, August 17, 2025

મોરબી: ઓનલાઇન તીનપત્તીમા હારી ગયેલ સાત લાખ રૂપિયા કઢાવવા યુવકનુ અપહરણ કરી ચાર શખ્સોએ માર માર્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં ઓનલાઇન તીનપત્તીની આઇડીમા જુગાર રમેલ હોય જેમાં યુવક સાત લાખ રૂપિયા હારી જતાં રૂપિયા કઢાવવા બાબતે યુવકનુ ઘરેથી અપહરણ કરી યુવકને છરી ધોકા વડે ચાર શખ્સોએ માર માર્યો હોવાની ભોગ બનનાર યુવકે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મુળ જામનગર ના વતની અને હાલ મોરબી રવાપર ક્રિષ્ના સ્કુલની બાજુમાં સંસ્કાર હિલ્સ ૬૦૧મા રહેતા હિરલભાઈ રમેશભાઈ કાનાણી (ઉ.વ.૨૮) એ આરોપી મહીપાલસિંહ રાણા, જયપાલસિંહ ચુડાસમા, અર્જુન પ્રજાપતિ, નંદો રહે. બધાં જામનગર વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૨-૦૨-૨૦૨૩ ના રોજ ફરીયાદીએ આરોપીનં મહીપાલસિંહ તથા જયપાલસિંહ સાથે ઓનલાઇન તીનપતીની આઇ.ડીમા જુગાર રમેલ હોય જેથી ફરીયાદી આરોપી સામે ઓનલાઇન રૂ.૭,૦૦,૦૦૦/- હારી જતા આરોપીઓએ રૂપીયા બાબતે ફરીયાદીના ઘરે આવી ઘરમા પ્રવેશ કરી બળજબરીથી કારમા બેસાડી ફરીયાદીનુ અપહરણ કરી લઇ જઇ ફરીયાદીને ગોંધી રાખી ઢીકાપાટુ નો તેમજ છરી તેમજ ધોકાઓ વડે મારમાર્યો હોવાની ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર