મોરબી: કડીયા બોડીંગ નજીક રોડ ઉપર કેમ ઝઘડો કરે છે કહેતા પિતા-પુત્ર પર શખ્સનો છરી વડે હુમલો
મોરબી: મોરબી -૨ કડીયા બોડીંગ નજીક રોડ ઉપર કેમ ઝઘડો કરે છે તેમ કહેતા શખ્સને સારુ ન લાગતા ગાળો આપી પિતા -પુત્ર પર છરી વડે હુમલો કરી સગીરને છરી મારી સગીરના બાપુજીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ સગીરે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી -૨ સર્કીટ હાઉસ સામે, હરીપાર્ક સોસાયટીમાં રહેતા દક્ષરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૧૫) એ આરોપી અમીતભાઈ દીલીપભાઇ સારલા (ઉ.વ.૧૯) રહે.યમુનાનગર શેરી નં -૩ મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૫-૦૨-૨૦૨૩ ના રોજ મોડી સાંજેના સાડા સાતેક વાગ્યા વખતે સાહેદ જે ફરીયાદીના બાપુજીએ આરોપી અમીતને રોડ ઉપર કેમ ઝઘડો કરે છે તેમ કહેતા આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ ફરીયાદીના બાપુજીને ગાળો દઈ ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આ દરમ્યાન આરોપી ફરીયાદીના બાપુજીને છરી મારવા જતા ફરીયાદી વચ્ચે પડતા ફરીયાદીને આરોપીએ છરી વડે વાંસાના ભાગે જમણા ખંભા નીચે ઈજા પહોંચાડતા ફરીયાદીને વાંસાના ભાગે જમણા ખંભા નીચે ટાંકાઓ લીધેલ હોય તથા સાહેદ ફરીયાદીના બાપુજીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર સગીર દક્ષરાજસિંહએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.