આગામી ૧૦ મે ના રોજ દક્ષિણનું રાજ્ય કર્ણાટક વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીની વિશિષ્ટ એવી ચૂંટણી વ્યૂહ રચનાના ભાગરૂપે અનુભવી રણનીતિકાર અનેક ચૂંટણી પેટા ચૂંટણીઓમાં આગવી શૈલીથી કામ કરનાર મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પ્રચાર અર્થે કર્ણાટક પહોંચી ગયા છે.
કર્ણાટકનું માન્ચેસ્ટર ગણાતા અને રાજ્યના મુખ્ય શહેરો પૈકીનું એક એવા દાવણગેરે નોર્થ બેઠક પર ઇન્ચાર્જ તરીકે જવાબદારી તેઓ સંભાળશે. વિમાન માર્ગે બેંગલુરુ થઈ દાવણગેરે પ્રચાર કાર્યાલયની મુલાકાત લઈ માઇક્રો પ્લાનિંગ સાથે તેઓ કામે લાગી ગયા છે. આગામી અઠવાડિયે તેઓ મોરબી માળિયા વિસ્તારના અન્ય આગેવાનો કાર્યકર્તાઓ પણ ચૂંટણી કાર્યમાં જોડાશે. જે વિદિત થાય.
મોરબી શહેરમાં ઉમીયાનગર પાસે ત્રીજા માળે બાલ્કનીમા સુતા હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ઉમીયાનગરમા રહેતા સોનુભાઈ રામ સુરેશભાઈ બગનોલી (ઉ.વ.૩૩) નામનો યુવક ત્રીજા માળે બાલ્કનીએ રાત્રીના સુતેલ હોય ત્યારે કોઈ અગમ્ય કારણોસર પડી જતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત...
મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં જેતપર થી મોરબી રોડ શિવ પાર્ક સોસાયટીની સામે રોડ ઉપર સફારી કારમાંથી વિદેશી દારૂની ૪૮ બોટલ કિં રૂ. ૬૨,૪૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૩,૭૨,૪૦૦ ના મુદ્દામાલ સાથે બે શખ્સને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ બોદ્ધનગર ફિલ્ટર હાઉસ નજીક તથા ભડીયાદ કાંટે જાહેર જુગાર રમતા કુલ દશ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય ત્યારે પ્રથમ રેઇડ દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ બૌધ્ધનગર ફિલ્ટર હાઉસ પાસે આંબેડકર સ્ટેચ્યુ વાળી શેરીમાં...