મોરબી: 65 મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જયંતીભાઈ જે પટેલના ભડીયાદ રોડ ઉપર આવેલા વિન્ટેજ કારખાના ઉપર કોઈ લુખા તત્વો એ સાંજના ચાર થી 4:30 ની વચ્ચે આવી બેસુમાર પથ્થર મારો અને અને ધોકા અને પાઇપ થી આંતક મચાવી કાચની કેબીનના કાચ તોડી ફોડી નાખેલા અચાનક આ હુમલો થતાં કારખાના માં નાસભાગ મચી ગઈ હતી હુમલાખોરો રીક્ષા અને બાઈકમાં આવી આંતક મચાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા આમ ચૂંટણી ના મતદાન ને આડે બે દિવસ રહિયા છે ત્યારે ભય ફેલાવવા ના ઇરાદે આ હુમલો થયો હોય તેવું દેખાય છે.
મોરબીના ચરાડવા મહાકાળી આશ્રમ તથા સુરેંદ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા વસ્તડી મેલડી માતાજીના મંદીરમાં એમ ત્રણ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી ચાર આરોપીને રોકડા રૂપીયા, ચોરીમાં ગયેલ દાનપેટીની રકમ તથા સોના તેમજ ધાતુના દાગીના સહીત કુલ કિ.રૂ. ૨,૯૧,૦૦૫/- ના મુદામાલ સાથે ચાર ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મોરબી એલસીબી પોલીસને...
મોરબી જિલ્લામાં EMRI Green Health Services દ્વારા સંચાલિત મોબાઇલ હેલ્થ યુનિટ (MHU)ના સ્ટાફ દ્વારા 1 જુલાઈના રોજ “ડોક્ટર્સ ડે” નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રે અહમ ભૂમિકા ભજવતા ડોક્ટરોના ઉત્સાહવર્ધન અને તેમના યોગદાનને માન આપવાના હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આરોગ્ય વિભાગના CDHO સાહેબ...
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા સતવારા સમાજની વાડી, વાઘપરા, મોરબી ખાતે મહિલાઓને ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અન્વયે જાગૃતિ સેમીનાર યોજાયો હતો.
આ સેમીનારમાં ઉપસ્થિત મહિલાઓને કાયદા નિષ્ણાંત નસીમબેન ખોખર દ્વારા ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ વિષે વિસ્તૃત સમજ આપતા જો કોઈ મહિલા...