મોરબી ખાતે કલેક્ટરના વરદ્ હસ્તે વૃદ્ધાશ્રમના વડીલોને સોમનાથ ટ્રસ્ટના સહયોગથી વસ્ત્ર-પ્રસાદનું વિતરણ કરાયું
વૃદ્ધાશ્રમના વડીલોએ કલેક્ટર તથા અન્ય મહાનુભાવોને સંસ્થામાં પ્રેમથી આવકાર્યા હતા. કલેક્ટર વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ત્યાંની સ્વચ્છતા અને વ્યવસ્થાઓ જોઈ પ્રભાવિત થયા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સહિત નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશી, સંસ્થાના સુપ્રિટેન્ડેન્ટ સુષ્માબેન પટ્ટણી તથા વૃદ્ધાશ્રમના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.