જુથ બંધીના લબકારા વચ્ચે પક્ષના નારાજ ચાલતા લોકોને મનામણાં માટે ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ સી.આર.પાટીલ ઓચિંતી મોરબીની મુલાકાતે
મોરબી: વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચુંટણી આડા હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે મોરબીમાં એક તો ઝુલતા પુલ જેવી દુર્ઘટના ઘટીજેથી ભાજપને ચુંટણીમાં ફટકો પડે તેમ સાથે સાથે મોરબીમાં જુથબંધી પણ જોવા મળી રહી છે જેમાં પક્ષના ઘણા લોકો નારાજ છે તેથી તેમને મનામણાં માટે આજે ભાજપના પ્રમુખ સી.આર. પાટીલની ઓચિંતી મુલાકાત લેતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે
મોરબી-માળીયા બેઠક ઉપર ભાજપ દ્વારા કાંતિભાઇ અમૃતિયાને ટીકીટ આપતા એક જૂથ અંદરખાનેનારાજ ચાલતો હોઈ તેના લીધે ઘણા ભાજપના આગેવાનો પણ નારાજ થયા હોઈ તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. સુત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ આજે ઓચિંતા ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ મોરબીની મુલાકાતે પોહચી ગયા છે લોકોના મુખે એવી ચર્ચા થઈ રહી છે મોરબીમાં ભાજપમાં જે જુથબંધીના લબકારા થઈ રહ્યા છે અને ભાજપમાં જે લોકો નારાજ છે તેમને મનાવવા માટે આવી પહોંચ્યા હોવાની લોક મુખે ચર્ચા થય રહી. સી.આર. પાટીલ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી ઓફીસીયલ જાહેરાત કરવામાં આવી ન હતી ક્યાંક કાંતિભાઇ અમૃતિયાના વાણી વિલાસના લીધે પણ સી.આર. પાટીલ આવ્યા હોવાનું લાગી રહ્યું છે. કોઈપણ પ્રકારની જાણકારી મહીતી આપ્ય વગર જ મોરબીની મુલાકાતે આવેલ છે ત્યારે આ મુલાકાત કેટલી કારગાર નિવળે છે તે જોવું રહ્યું
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...