મોરબી: ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા શ્રીરામ નવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
મોરબી: હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ પ્રભુના જન્મોત્સવની સમગ્ર ભારતભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ મોરબી દ્વારા તા. ૩૦ માર્ચના રોજ રામનવમીના પાવન અવસરે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને રામજન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૩૦ માર્ચને ગુરુવારે સવારે ૮ થી ૧૨ કલાકે શ્રી ગાયત્રી પ્રેરણા મંદિર, વાઘપરા શેરી નં ૧૪ મોરબી ખાતે ૨૪ કુંડી શ્રી ગાયત્રી મહાયજ્ઞ અને શ્રી રામ જન્મોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગાયત્રી યજ્ઞમાં બેસવા ઈચ્છુક ભક્તજનોએ મંદિર ખાતે પૂજારીનો સંપર્ક કરવા જણાવ્યું છે તેમજ મહાયજ્ઞ અને શ્રી રામ જન્મોત્સવનો લાભ લેવા જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું છે