મોરબી: છળકપટ થી બાઇક મેળવેલ શખ્સ ને ઝડપી પાડતી તાલુકા પોલીસ
મોરબી માં ઘણા દિવસો બાઇક ચોરીના બનાવો માં સતત વધારો થયો છે મહેનત થી કમાવું ના હોય ને મોજશોખ કરવા હોય માટે યુવાનો બાઈક ચોરી અથવા છેતરપીંડી કરીને બાઇક ચોરી કરતા હોય છે
મોરબી તાલુકાના નવી પીપળી પાસે વાહન ચેકીંગની કામગીરીમાં હોય દરમ્યાન એક હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા આગળ પાછળ નંબર પ્લેટ વગરનુ આવતા જે મો.સા. ચાલક ને વાહનના આર.ટી.ઓ ને લગત કાગળો તથા આર.સી.બુક બાબતે પુછતા પોતાની પાસે નહીં હોવાનુ જણાવતા એ.એસ.આઇ જયદેવસિંહ ખોડુભા ઝાલાએ પોકેટ મોબાઇલમાં સદરહુ મો.સા ના એન્જીન નંબર HA10EWFHJ42707 વાળા સર્ચ કરતા સદરહુ મો.સા રજી.નં-GJ-03-JA-4418 વાળુ જે વિશાલભાઇ ધીરૂભાઇ બોમટા રહે શ્યામકિરણ પાર્ક મહીકા તા.જી.રાજકોટ નાઓની માલીકીનુ હોવાનુ જાણવા મળેલ જેથી મજકુર ઇસમની સઘન પુછપરછ કરતા પોતે મોટર સાયકલ છળકપટથી મેળવેલ હોવાની કબુલાત આપતા મોટર સાયકલ કબ્જે કરી બાઇક ચોર રાકેશભાઇ મદનદાસ બૈરાગી જાતે-બાવાજી ઉ.વ-૩૭ ધંધો-મજુરી રહે.હાલ રામકો વીલેજ ઘુંટુ તા.જી.મોરબી મુળ રહે.પીપલીખેડા તા.મહીધપુરા જી.ઉજૈન મધ્યપ્રદેશ વાળનેહિરો હોન્ડા કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિં.રૂ.૨૦,૦૦૦/- નો મુદ્દામાલ,ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે