મફતિયા પરા વિદ્યુત નગરમાં રહેતા મંગાભાઈ મકવાણા મજુરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે
પરિવારમાં બે પુત્રો અને બે પુત્રીઓ છે આવી નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા કુટુંબમાં સાત વર્ષના પુત્ર મેરૂભાઈને મગજમાં પાણી ભરાઈ જવાની એટલે કે મગજના ટીબી ની બીમારી થતા મોરબીની આયુષ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ
આ બાળકની સારવાર નો ખર્ચ દૈનિક આશરે ચારથી પાંચ હજાર જેટલો થતાં આ ગરીબ બાળ પરિવાર પર આફતના વાદળો ઘેરાઈ ગયેલ આવા જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ થવા માટે જ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરેલ છે
પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે મજૂરી કામ કરતો આ પરિવાર આ બાબતથી અજાણ હતો અને બાળકનું આધાર કાર્ડ કઢાવેલ નહોતું પરિણામે પરિવાર મૂંઝવણમાં મુકાયેલ પરિવારની આ મૂંઝવણ મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતાના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક આધારકાર્ડ સુપરવાઇઝર નિરવભાઈ ખાનકી ને આયુષ હોસ્પિટલ ખાતે મોકલી હોસ્પિટલમાં દાખલ મેરૂભાઈ નું આધાર કાર્ડ કઢાવી આપેલ અને તે આધારે સરકારની આરોગ્ય યોજનાનો લાભ મેળવવા માટેની વહીવટી મર્યાદા નો ઉકેલ લાવેલ આ તકે મામલતદાર નિખિલ મહેતાએ જણાવેલ કે જરૂર પડશે ત્યારે જોઈ લઈશું તેવો બેદરકારી ભર્યો અભિગમ દાખવવાને બદલે ચેતતા નર સદા સુખી તેવો હકારાત્મક અભિગમ અપનાવી સરકારની જન સુખાકારીની નીતિઓમાં સહયોગ આપવા જાહેર જનતાને અપીલ કરેલ અને આ બાબતોમાં મોરબી તાલુકા મામલતદાર કચેરી હર હંમેશ નાગરિકોની સેવામાં તત્પર છે તેવો કોલ આપેલ
દરરોજ રાત્રે ગામના જાગૃત યુવાનો પ્રાથમિક શાળાએ એકઠા થઈને મતદારોના ફોર્મ ભરવા સહિતની કામગીરી કરશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision – SIR) હેઠળ તા. 04/11/2025 થી તા. 04/12/2025 દરમિયાન ગણતરી ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી સરકારી...
કનૈયાલાલ વિરુદ્ધ મોરબીમાં ગાંધીનગર ખેતીની કિંમતી જમીન ની છેતરપિંડી થી દસ્તાવેજ કરી લેવાની ફરિયાદ નામદાર કોર્ટ દ્વારા ફરીયાદ દાખલ કરવાનો આદેશ કરેલ હતો જે ફરિયાદ માં આજ દિન સુધી એક પણ આરોપીની ધરપકડ થઈ નહોતી
ફરિયાદી દ્વારા કનૈયાલાલ દેત્રોજા અને તેનો દીકરો વિશ્વાસ વડોદરા ખાતે આવેલ ઇન્ડિયન સુગર સ્પાઇસ હોટલ...
હાલ મિક્ષ વાતાવરણ ઋતુના સમય ગાળામાં ઘેર ઘેર માંદગી જોવા મળી રહી છે ત્યારે સમસ્ત લુહાર સમાજ સમિતિ મોરબીના ઉપક્રમે તારીખ: ૧૬-૧૧-૨૦૨૫ રવિવારના રોજ સવારે ૦૯ વાગ્યાથી ૦૧ વાગ્યા સુધી સમસ્ત લુહાર સમાજ મોરબી પંથકના લુહાર જ્ઞાતિબંધુઓ માટે નિઃશુલ્ક સર્વરોગ મેડિકલ કેમ્પ, આર્યુવેદિક દવા કેમ્પ, ફિજીયોથેરાપી સારવાર, તથા ફ્રી...