Sunday, August 17, 2025

મોરબી જિલ્લાનાં ‘આપદા મિત્રો’એ ગોધરા ખાતે તાલીમ લીધી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કોઇ પણ આપતિજનક પરિસ્થિતિને પહોંચી વળવા આપદા મિત્ર પ્રોજેક્ટ હેઠળ મોરબીનાં આપદા મિત્રો સજ્જ

કેન્દ્ર સરકાર NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) દ્વારા વિવિધ રાજ્યોમાં અપસ્કેલિંગ ‘આપદા મિત્ર’ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આ પ્રોજેક્ટ GSDMA (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) દ્વારા ૧૭ જિલ્લામાં અમલમાં મૂકવામાં આવ્યો છે તે જિલ્લા પૈકી મોરબી જિલ્લો પણ એક છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ૧૨ દિવસની બીજી બેચની તાલીમ તારીખ ૨૩/૦૧/૨૦૨૩ થી ૩/૦૨/૨૦૨૩ દરમિયાન યોજાઈ હતી. આ તાલીમમાં અગાઉના વર્ષના ૬૨, હાલના વર્ષની પહેલી બેચમાં ૨૫ અને બીજી બેચમાં ૨૩ એમ કુલ ૧૧૦ આપદા મિત્રોએ તાલીમ લીધી. આ પ્રોજેક્ટ હેઠળ મોરબી જિલ્લામાંથી હોમગાર્ડ, GRD, NSS, NCC મળીને આ વર્ષે કુલ ૪૮ કેડિટસએ ગોધરા ખાતે તાલીમ લીધી હતી.

ગુજરાત રાજ્ય અંદર ગોધરા જિલ્લામાં SDRF ગ્રુપ-૫, ગોધરા દ્વારા તાલીમ કેન્દ્ર કાર્યરત છે. ગોધરા જિલ્લામાં આપત્તિજનક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખાસ આપદા મિત્ર તૈયાર કરવામાં આવે છે. જે અન્વયે પ્રાથમિક સારવારમાં આગ સલામતી, શોધ અને બચાવ કામગીરી, પૂર, ભૂકંપ, ચક્રવાત, તમામ આપત્તિ અંગેની તાલીમ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે અને આપત્તિની અસરને કેવી રીતે ઓછી કરવી તે પણ શીખવવામાં આવ્યું છે.

આ તાલીમ હેઠળ તાલીમાર્થીઓને તાલીમ માટે ખાસ તાલીમ કિટ સાથે રોજનાં ૧૦૦ એમ કુલ ૧૨ દિવસનાં ૧૨૦૦ રૂપિયા ભથ્થુ આપવામાં આવે છે. તેમજ આ તાલીમ માટે કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર