મોરબી જિલ્લાના ન્યાયાધીશોની બઢતી સાથે બદલી
મોરબી: ગુજરાતની વિવિધ અદાલતમાં કાર્યરત ન્યાયાધીશો બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી જીલ્લામાં પણ ન્યાયાધીશોની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના ચોથા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ & એડિશનલ સિનિયર સિવિલ તરીકે જ્યોતિ વીરત બુદ્ધની નિમણુંક કરવામાં આવી છે.
જ્યારે વાંકાનેર કોર્ટના ન્યાયાધીશ એસ. કે. પટેલની ટંકારા ખાતે અને ટંકારાથી ન્યાયાધીશ એન.સી.જાધવની વાંકાનેર ખાતે એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના પદે નિયુક્તિ કરાઈ છે. આ ઉપરાંત મોરબીના અધિક સિવિલ જજ અને ન્યાયિક મેજીસ્ટ્રેટ પ્રથમ વર્ગના પદે કુમારી ચુનૌટી અને વાંકાનેરમાં અધિક સિવિલ જજ અને ન્યાયિક મેજીસ્ટ્રેટ પ્રથમ વર્ગના પદે આત્મદીપ શર્માની નિમણુંક કરવામાં આવી છે.