જિલ્લા આયોજન મંડળ મોરબીની બેઠક તા.૧૯/૦૩/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લા સેવાસદન સભાખંડ મોરબી ખાતે મોરબી પ્રભારી મંત્રી અને પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રી દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને યોજાશે.
આ બેઠકમાં તા.૨૮/૦૬/૨૦૨૧ ની જિલ્લા આયોજન મંડળ, મોરબીની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ-૨૦૨૨-૨૩ માટેની નવી દરખાસ્તો મંજૂર કરવા, સામાજિક અને શૈક્ષણિક પછાત યોજના વર્ષ-૨૦૨૨-૨૩ ની નવી દરખાસ્તો મંજૂર કરવા, વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળની વર્ષ-૨૦૧૮-૧૯ થી વર્ષ-૨૦૨૧-૨૨ ના ખુટતું આયોજન તેમજ કામોના ફેરફારને બહાલી આપવા, જિલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળના વર્ષ-૨૦૨૦-૨૧ અને વર્ષ-૨૦૨૧-૨૨ ના કામોની સમીક્ષા આ બેઠકમાં ચર્ચા- વિચારણા હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા આયોજન અધિકારી જે. કે. બગીયાની યાદીમાં જણાવાયું છે.
હળવદમા પ્રોહિબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી વડોદરા જેલ હવાલે કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂ વેચાણ ગુનામાં સંડોવાયેલ ઇસમ નામે સુરેશ જેસીંગભાઈ સુરેલા રહે. ગામ ગોલાસણ તા.હળવદ જી.મોરબી વાળા સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી નાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીના પાસા...
આપઘાત કરવા મહિલા ઘરેથી નીકળી ગયી હતી.
મહિલાઓની મદદ માટે સતત રાત દિવસ કાયૅરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.
તારીખ:-૧૩/૧૨/૨૦૨૫ ના રોજ મહિલા નાં પરિવાર દ્વારા ૧૮૧ માં કોલ કરવામાં આવેલ કે અમારી દિકરી ઘરેથી કહ્યાં વગર નીકળી ગયેલ હોય અને આપઘાત કરવા જાય...
મોરબીના રાજપર રોડ પર આવેલ પોતાના કબજા ભોગવટા વાળા વાડામાં વેચાણ કરવાના ઇરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૦૬ કિંમત રૂ. ૧,૧૭,૩૪૨ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીગમા હોય તે દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે પીન્ટુ ઉર્ફે...