મોરબી જિલ્લાની ઝળહળતી સિદ્ધી ; ઘુંટુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું સન્માન મળ્યું
આરોગ્ય સેવાને લગતી રાષ્ટ્રીયકક્ષાની ગુણવત્તા સંબંધિત આ પ્રમાણપત્ર બાબતે અગાઉ જિલ્લાકક્ષાએથી રાજ્યકક્ષાએ અને રાજ્યકક્ષાએથી રાષ્ટ્રીયકક્ષાએ અરજી કરવામાં આવી હતી. આ અંતર્ગત વિવિધ માપદંડ પ્રમાણે ઘુંટુ આરોગ્ય કેન્દ્રનું સર્વાંગિક મુલ્યાકન કરવામાં આવ્યું હતું. આ માપદંડમાં ઓપીડી, ઇનડોર વિભાગ, લેબરરૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ મિશનના વિવિધ પ્રોગ્રામ તથા જનરલ એડમીનીસ્ટ્રેશન, ફાઇનાન્સને લગતી વિવિધ બાબતો, દર્દીઓને આપવામાં આવતી સેવા, દર્દીઓમાં જાગૃતિ ફેલાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકીંગ રાષ્ટ્રીયકક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોગ્યની સેવા તથા સુવિધા બાબતે દર્દીઓના અભિપ્રાય પણ મેળવવામાં આવ્યા હતા.