મોરબી માટે ફળવાયેલ સરકારી મેડિકલ કોલેજ નેં ગ્રીન ફીલ્ડ પ્રકાર માથી ફેરવી બ્રાઉન ફિલ્ડ માં કરી દેવાતા મોરબીના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
સરકારે મેડિકલ કોલેજના પ્રકારમાં ફેરવવાની નોબત કેમ આવી તેવા મૂળભૂત પ્રશ્નો સાથે કેટલાક અણિયાળા સવાલો ઉભા કરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એશોસીયન ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ સરકાર તેમજ સ્થાનિક ભાજપ અગ્રણીઓને રીતસર સાણસામાં લીધા છે
(૧) મોરબી જીલ્લા ને સરકારી મેડીકલ કોલેજ ના બદલે સેલ્ફ ફાઈનાન્સ કોલેજ શા માટે?
(૨) સરકારી મેડીકલ કોલેજ નહોતી બનાવવાની તો શનાળા પાસે ની જમીન ની મેડીકલ કોલેજ માટે ફાળવણી શા માટે?
(૩) સેલ્ફ ફાઈનાન્સ કોલેજ કરનાર એજન્સી કોન? અને કોની ?
(૪) તાપી જીલ્લા ના આગેવાનોને સરકારી કોલેજ કરાવી શકતા હોય તો મોરબી ના આગેવાનો કેમ નહિ? કે પછી સેલ્ફ ફાઈનાન્સ કોઈ ની ભાગીદારી વાડી થશે?
(૫) જો સેલ્ફ ફાઈનાન્સ કોલેજ થશે તો હોસ્પિટલ પણ પ્રાઇવેટ જ થશે તો ગરીબ લોકોનું શું?
(૬) સેલ્ફ ફાઈનાન્સ ની ફી ભરીને કોના બાળકો ડોક્ટર થશે? પૈસાદાર ના કે ગરીબ ના?
(૭) સરકાર આવા નિર્ણય લઇ રહી છે તો પણ સ્થાનિક સત્તાધારી પક્ષના નેતાઓ ચુપ કેમ?
(૮) મોરબીને અન્યાય થઇ રહ્યો હોવા છતાં જનતા મુક પ્રેક્ષક બની રહી છે કેમ?
(૯) આટ આટલી જાહેરાતો પછી પણ હજી કોલેજ ક્યારે શરુ થશે તે જણાવશે કોણ?
(૧૦) ખાતમુર્હત સ્પેશીયાલીસ્ટ નેતાને ખુલાસો કરવાની જરૂર શા માટે પડી છે? શું તેમનું કોઈ હિત આમાં સમાયેલું છે?
(૧૧) મેડીકલ કોલેજ માટે ફાળવેલ જમીન હવે સેલ્ફ ફાઈનાન્સ માટે સસ્તા માં આપવામાં આવશે કે બજાર ભાવે આપવામાં આવશે?
સરકાર દ્વારા મેડિકલ કોલેજ અનુસંધાને લેવાયેલા નિર્ણયથીજો સ્થાનિક લોકો મૂળભૂત લાભથી વંચિત રહેશે તો ચોક્કસ પણે આગામી વિધાનસભાની ચૂંટણી પર તેની અસર દેખાશે તેમજ ભાજપ માટે કપરાં ચઢાણ જોવા મળશે
*રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા એ લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ રદ્દ નથી થઇ પણ પ્રકાર બદલાયો છે!!
મોરબી ખાતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના પુખ્ત વિચારણાના અંતે જી.એમ.ઇ.આર.એસ હેઠળ ગ્રીન ફીલ્ડ પ્રકારની મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી હતી તેમાં ફેરફાર કરીએ બ્રાઉન ફિલ્ડ માં મેડિકલ કોલેજ ફેરવવામાં આવે છે મોરબી ને અદ્યતન સુવિધા સાથે મેડિકલ કોલેજ મળી રહે તે માટે કેન્દ્ર સરકારના મેડિકલ કાઉન્સિલના ધારાધોરણ મુજબ મોરબીને બ્રાઉન ફિલ્ડ હેઠળ મેડિકલ કોલેજ મળનાર છે અને તે અંગેની જાહેરાત પણ આવી ગઈ છે ટૂંક સમયમાં મોરબી જિલ્લામાં બ્રાઉન ફિલ્ડ હેઠળ મેડિકલ કોલેજ કાર્યરત થશે
ચક્રવાત રાજકોટઆવતીકાલે 8 માર્ચના રોજ 115માં `આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'નિમિતે મહિલાઓ એક દિવસ માટે, સમગ્ર દિવસ દરમ્યાન કોઇપણ સ્થળે, કોઈપણ રૂટ પર, ગમે તેટલી વાર સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ભારત દેશ અને એમાં...
રાજકોટ જિલ્લાની શાળાઓની 100 મીટર ત્રિજ્યામાં તમાકુનું વેચાણ થતું હશે તો આચાર્ય જવાબદારDDOએ પરિપત્ર કરી શાળાના આચાર્ય અને સરપંચની જવાબદારી નક્કી કરીચક્રવાત રાજકોટરાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, શાળા કેમ્પસની આજુબાજુની દુકાનોમાં જ્યારે સિગારેટ કે તમાકુની બનાવટનું વેચાણ થતુ હોય ત્યારે આવી દુકાનો...
હાઈકમાન્ડે સામે ચાલી ઇચ્છુક ઉમેવારોને બોલાવાયાચક્રવાત દૈનિકરાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી માટે તૈયારીઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ સામે મજબૂત રીતે લડી શકે એવા સક્ષમ ઉમેદવારની શોધમાં કોંગ્રેસ આજથી જ કમર કસી રહી છે અને આ માટે આજથી બે દિવસ પ્રદેશ આગેવાન જેનીબેન ઠુંમર અને માનસિંગ...