પેટ્રોલ – ડિઝલ – ગેસ – તેલ ના ભાવમાં દિન-પ્રતિદિન બેફામ ભાવ વધારાને પગલે તમામ આવશ્યક જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભીષણ ભાવ વધારો થયેલ છે. મોંઘવારી થી પીડાતી પ્રજા વતી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા “મહંગાઈ મુક્ત ભારત અભિયાન” નું આયોજન કરેલ છે.
આ સંજોગોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તા.૨-૪-૨૦૨૨ ના શનિવારના રોજ, સવારે ૧૦ -૩૦ વાગ્યે, સરદાર બાગ સામે ના ગ્રાઉન્ડ માં, સુભાષ ચંદ્ર બોઝ ની પ્રતિમા પાસે,મોરબી ખાતે ગેસ સીલીન્ડર, પેટ્રોલ, ડીઝલના ડબ્બાને પુષ્પાંજલિનો કાર્યક્ર્મ રાખવામાં આવેલ છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ની યાદી માં જણાવ્યું છે
મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાની પ્રામાણિક અને પારદર્શક કામગીરી બદલ શૈક્ષિક મહાસંઘ દ્વારા સન્માન
મોરબી જિલ્લાની જુદી જુદી પ્રાથમિક શાળાઓ કોરાના કારણે અન અધ્યયન હતી પણ વિદ્યાર્થીઓ ભણાવેલું ભૂલી ન જાય એ માટે કેટલાક ઉત્સાહી શિક્ષકો કોરોના કાળમાં ભણાવવા જેવી ભૂલ તેમજ કેઝ્યુઅલ રીપોર્ટ ન રાખવા જેવા ક્ષુલ્લક કારણોથી કેટલાય...
મોરબી શહેરમાં દારૂબંધીના લીરેલીરા ઉડી રહ્યા છે શહેરમાં ખુણે ખુણે દારૂનુ વેચાણ થઈ રહ્યું છે ત્યારે મોરબીના ભડીયાદ રોડ પર આવેલ હરીઓમ સોસાયટી ખાતે આવેલ આરોપીની ઉમીયા કિરાણા સ્ટોર નામની દુકાનમાંથી વિદેશી દારૂ બીયરના જથ્થો જેની કુલ કિં રૂ. ૪૨૭૫૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન...
મોરબીમાં આવારા તત્વો બેફામ બની રહી રહ્યા છે ત્યારે લાગે છે હવે પોલીસનો પણ આ આવારા તત્વોને ડર નથી રહ્યો એટલે તો હવે પોલીસને જ ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે તો આમ જનતાનું શું? મોરબીની રવાપર ચોકડી ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક શાખાના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલે ટ્રાફિક...