મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠકો પર આજે મતદાન: મોરબી જીલ્લાના 8.17 લાખ મતદારો નક્કી કરશે ઉમેદવારોનું ભાવી
મોરબી: વિધાનસભાની ચૂંટણીના મતદાન દિવસની આતુરતાથી રાહ જોવાઈ રહી ત્યારે આજે ગુજરાતમાં વિધાનસભા ૮૯ બેઠક ઉપર ચૂંટણીનુ પ્રથમ તબ્બકાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પર પણ આજે મતદાન યોજાવા જઈ રહ્યું છે જેમાં 8.17 લાખ મતદારો ઉમેદવારોનુ ભાવી નક્કી કરશે. ત્યારે મતદાન શરૃ થયા પેહલા જ મતદારોની લાઈનો લાગી હતી અને મતદાન કરવા અને પોતાના ધારાસભ્યને ચૂંટવા મતદારોમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. અને ૮ વાગ્યાથી મતદાન કરવાનું શરૂઆત થઇ ગઇ હાલ મતદાન કરવા માટે લોકોની લાઈનો લાગી રહી છે.
વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકો મોરબી માળીયા,ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક ના ધારાસભ્યની ચૂંટણી માટે આજે સવારે ૦૮:૦૦ વાગ્યાથી મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોરબી માળીયા ભાજપ ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા અને રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા રવાપર રોડ પર આવેલ નિલકંઠ સ્કૂલ ખાતેથી મતદાન કરશે બ્રિજેશભાઈ મેરજા પોતાના વતન ચમનપર ગામેથી મતદાન કરશે તેમજ મોરબી માળીયા કોંગ્રેસ ના ઉમેદવાર જયંતીભાઈ પટેલ પણ બોયઝ હાઈસ્કૂલ ખાતે મતદાન કરશે અને ટંકારા બેઠક પર ભાજપનાં ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા વતન લીલાપર ખાતે મતદાન કરશે અને કોંગ્રેસ ઉમેદવાર લલીત કગથરા તેમના વતન પડધરી તાલુકાના દેપાળિયા ગામથી મતદાન કરશે અને વાંકાનેર કુવાડવા બેઠક પર ભાજપના જીતુ સોમાણી દિગ્વિજય સ્કૂલ ખાતે અને કોંગ્રેસના મહમદ જાવેદ પીરઝાદા પીપળીયારાજ ખાતે સરકારી સ્કુલ માં મતદાન કરશે.