મોરબી કોંગ્રેસનાં આગેવાનો દ્વારા બસ સ્ટેન્ડના ગેટ પાસે શ્રીફળ વધેરી લોકાર્પણ કરવાનો પ્રયાસ કર્યો
નવા બસસ્ટેન્ડ લોકાર્પણ મામલે કોંગી કાર્યકર્તાઓની અટકાયત
ભાજપ સરકાર હાઈ હાઈ ના નારા લગાવી પ્રજા માટે વિરોધ પ્રદશન કરતા તમામ ની અટકાયત કરાઈ
શનાળારોડ પર આવેલ નવા બસસ્ટેન્ડ નું નવું બાંધકામ કરવામાં આવ્યું છે જે બાંધકામ પૂર્ણ થઈ ગયું બિલ્ડીંગ નવું બની ગયું હોવા છતાં કોઈપણ નેતા પાસે સમયના અભાવ ના કારણે લોકાર્પણ પણ ઢીલ થતી હતી માટે કોંગ્રેસ દ્વારા અગાઉ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી જાતે પ્રજાને રાખી પબ્લિમ માટે બસ સ્ટેન્ડ ખુલ્લું મુકવાની ચીમકી ઉચ્ચાર્યા બાદ આજરોજ સવારે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ બસ સ્ટેન્ડ પોહચ્યા હતા અને ભાજપ સરકાર હાઈ હાઈ ના નારા લગાવ્યા હતા તેમજ ખુલ્લું મૂકે ત પહેલાજ અગાઉ રહેલ પોલીસે તમામની અટકાયત કરી હતી ત્યારે પ્રજામાં કચવાટ શરૂ થયો છે કે નેતાઓ લોકાર્પણ કરતા નથી અને કરવા દેતા નથી ત્યારે મુસાફરોને હજુ કેટલો હાલાકીનો સામનો કરવો પડશે તે જોવું રહ્યું.
