હળવદ ખાતે યોગી આદીત્યાનાથની જાહેરસભા સમયે સભાને સંબોધતા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ ભાંગરો વાટ્યો હતો અને જાણે વડાપ્રધાનની કમી પુરી કરતા હોય તેમ ધારાસભ્યના ઉમેદવાર અને વિધાનસભાની ચુંટણીમાં પ્રકાશ વરમોરાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી
જેમા પ્રકાશ વરમોરાને વડાપ્રધાન ગણાવતા ભારે રમુજ પેદા થઈ હતી અને ઉપસ્થિત લોકો પણ બે ઘડી અચંબિત થઈને પ્રવચનને પરાણે ગળે ઉતારી સહન કરવુ પડ્યુ હોય તેવો તાલ સર્જાયો હતો જેનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આમ ભાજપના નેતાઓને દેશના વડાપ્રધાન કૌન ? તેવા સવાલો સાથે અપુરતા જ્ઞાનની ઉણપ દેખાય હતી તેવો તાલ હળવદમાં જોવા મળ્યો હતો
મોરબીના ત્રિકોણબાગ પાસે આવેલા પરાબજાર મેઇન રોડ ઉપર લગભગ છેલ્લા 20 દિવસથી દરરોજ લાઈટ કાપનો વિકરાળ સમસ્યા થઈ રહી છે ઘણા સમયથી આ વિસ્તારમાં દિવસમાં અવારનવાર લાઈટ આવવા જવાની સમસ્યા તો પહેલેથી જ હતી. પરંતુ છેલ્લા 20 દિવસથી કોઈપણ સમયે લાઇટ જતી રહે છે સવાર બપોર હોય કે સાંજ...
મોરબી: મોરબીના લક્ષ્મીનગર ખાતે આવેલ શ્રી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે સાયબર ક્રાઈમ જાગૃતિ અંતર્ગત અંગે સેમિનાર યોજાયો હતો.
ડિજિટલ યુગમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ સાયબર ક્રાઈમ અને ફ્રોડ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના સંચાલક પ્રસાદભાઈ ગોરિયાના...
રાજયમાં એસટી નિગમે તાજેતરમાં જ ૨૩૦૦ જેટલા નવા કંડકટરોની ભરતી કરી છે અને રાજયનાં જુદા જુદા ડિવિઝનોને ડેપો વાઈઝ ફાળવણી કરી દીધી છે.
આ તમામ નવા કંડકટરોની ટ્રેનિંગ પણ આજથી રાજકોટ ખાતે શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મોરબી ડેપોને ૩૭ નવા કંડકટર ફાળવવામાં આવેલ છે ત્યારે હવે મોરબી ડેપોમાં...