4 વર્ષથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું નથી : 19 પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ પર
પશુઓમાં થતા રોગચાળો અટકાવવા થતા રસીકરણ નો અભાવ : વિરોધ પક્ષે સતા પક્ષને ઘેરવા પ્રયાસ કર્યો
મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ના અને ડીડીઓ પરાગ ભગદેવના અધ્યક્ષ સ્થાને આજે સામાન્ય સભા મળી હતી.જેમાં વિવિધ વિકાસલક્ષી એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી તો વિપક્ષોએ તળાવો ઊંડા ઉતારવા અને સિંચાઈના મુદે બઘડાટી બોલાવી હતી . ગત સભાને બહાલી આપવામાં આવી હતી. તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993. અંતર્ગત બિન ખેતી થયેલ જમીન પર લેવમાં આવતા દર દરેક તાલુકામાં એક સમાન રાખવાના ઠરાવને મંજૂરી આપવામ આવી હતી આ ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાં મંજુર થયેલ કામોની મુદત વધારવાની મંજુરી આપવામા આવી હતી
મોરબી જિલ્લા પંચાયતની સમાન્ય સભા અગાઉ અપેક્ષા મુજબ સિંચાઈ શિક્ષણ આરોગ્ય પશુપાલન આઇસી ડીએસ સહિતના અલગ અલગ પ્રશ્નોને લઈ વિરોધ પક્ષે સતા પક્ષને ઘેરવા પ્રયાસ કર્યો હતો અને જીલ્લામાં છેલ્લા 4 વર્ષથી 334 જેટલા ચેકડેમ રીપેર કરવા તળાવ ઊંડા કરવા સહિત નાની સિચાઈના કામ પેન્ડીગ હોવાથી ખેડૂતો છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ન હોવાની રજૂઆત કોંગ્રેસ સભ્ય ભૂપતભાઈ ગોધાણીએ ઉથાવ્યો હતો. જિલ્લા પંચાયતમાં કોંગી સભ્યોએ આરોગ્ય બાબતમાં પણ રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતના હોદેદારોની આણ આવડતથી પીએચસી સીએચસી મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી છે તેમજ જિલ્લા પંચાયતમાં આઉટ સોર્સથી કામ કરતા કર્મચારીઓનું પણ મોટા પાયે શોષણ થતું હોય છે. તેની અસર કામગીરીમાં થતી હોય છે. જિલ્લા પંચાયત કામ કરતા કર્મચારીઓને પગારમાં થતું શોષણ અટકાવવા પણ સરકારમાં રજૂઆત કરવા માંગણી કરી હતી. પશુઓમાં થતા રોગચાળો અટકાવવા થતા રસીકરણ નો અભાવ સહિતના મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ઠીકરિયાળા ગામે તળાવની પાળ બાંધવાના કામ માં વિલંબ થશે તો ખેડતોની જમીન ધોવાશે અને જો આવું થશે તો વિપક્ષ ના જિલ્લા પંચાયત ના સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી તથા ખેડૂતોને પ્લાસ્ટિકના ડ્રમ આપવાની સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે તેમાં યોજના ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં ૩૧૭૮૮ અરજીઓ મળેલ છે જેમાંથી આ યોજનાનો લાભ મેળવવા પાત્ર ૩૧૬૮૪ માંથી આજ સુધી એક પણ ખેડૂતને આ યોજનાનો લાભ મળશે નહિ એવો પણ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.
મોરબી જિલ્લાના 19 પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવતા હોય જિલ્લામાં 521 શિક્ષકોની ઘટ્ટ હોય જેના કારણે બાળકોના અભ્યાસમાં અસર પડી છે જેથી વહેલી તકે શિક્ષકોની ભરતી કરવા માંગ કરી છે
નાની સિંચાઈ યોજનામાં કૌભાંડનું ભુત ધણધણીયુ
મોરબી જિલ્લામાં તત્કાલીન કાર્યપાલક ઈજનેર સી ડી કાનાણીના સમયમા નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ થયું હતું આ તકે આરોગ્ય સમિતિ ચેરમેને કોંગ્રેસના શાસનમાં કૌભાંડ થયું જેનું પરિણામ ખેડૂતો ભોગવે છે તેવો આક્ષેપ કરતા કોગ્રેસના સભ્યોએ જણાવ્યું હતું કે તમે જે કૌભાડમાં ધારાસભ્ય પરસોતમ સાબરીયા સામે આક્ષેપ કર્યા અને દોઢથી 2 મહિના જેલમાં રાખ્યા હતા જો તેઓ કૌભાડમાં સંડોવાયેલ હતા તેમને જેલમાં નાખી દેવા જોઈતા હતા તમે તો ભાજપ લાવી ટીકીટ આપી પાછા ધારાસભ્ય બનાવી દીધા હતા ભૂતકાળમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ ભાજપના કાર્યકરો સહીતના સાથે મળી કૌભાંડ કર્યા અને ખેડૂતો છેલ્લા 4 વર્ષથી ભોગવી રહ્યા છે
