મોરબી: મોરબીમાં જુના બસ સ્ટેન્ડ નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં જુના બસ સ્ટેન્ડ નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી જુમાભાઈ ગુલમામદભાઈ સાયચા, હનીફભાઇ મુસાભાઈ આંબલીયા, અને ત્રિકમભાઈ કિશનદાસ હળવળા રહે બધા મોરબી વાળાને રોકડ રકમ રૂ ૩૪૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
