મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોક: મોરબીમા 108 ફુટ ઉંચો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવ્યો
મોરબી: મોરબીમાં ગોઝારી પુલ દુર્ઘટના બાદ રાજ્યમાં ૨ નવેમ્બરે રાજ્યમાં શોકની જાહેરાત કરવામાં આવી છે. સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચેની વાતચીત બાદ આ જાહેરાત કરવામાં આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 134થી વધુ લોકોના મોત નિપજ્યા છે. આ પહેલા વડાપ્રધાને ઘટનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરીને રાજ્યમાં શોકની જાહેરાત કરી હતી. જેથી આજે મોરબી શોકમય બનીને અડધી રાષ્ટ્ધ્વજ અડધી કાંઠીએ ફરકાવ્યો છે.
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે આજે રાજ્ય વ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે સમગ્ર મોરબી પંથક શોકમાં ગરકાવ થયું છે અને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અને શોક સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ઉમિયા સર્કલ ખાતે આવેલ રાષ્ટ્ધ્વજને અડધી કાંઠીએ ફરકાવ્યો છે. તેમજ ઠેરઠેર પ્રાર્થનાસભા તેમજ મૌન રેલીનુ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મોરબી શહેરમાં પ્રાર્થના સભા તેમજ મૌન રેલી કાઢી લોકોએ મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી.