મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં દસમા આરોપી તરીકે જયસુખ પટેલનું નામ સામેલ: પોલીસે ૧૨૬૨ પેજની ચાર્જશીટ રજૂ કરી
મોરબી: મોરબીમાં તા. ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝુલતા પુલ દુર્ઘટના સર્જાઈ હતી દિવાળીની રજાઓમાં મોરબીની એતિહાસિક ધરોહર સમાન ઝૂલતો પુલની મજા લોકો માણી રહ્યા હતા ત્યારે ઝૂલતો પુલ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ લોકોનાં જીવ લેવાયા હતા જે દુર્ઘટના મામલે પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે જેમાં આરોપી તરીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ સામેલ કરવામાં આવ્યું છે.
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાને પગલે સમગ્ર રાજ્ય અને દેશમાં હાહાકાર મચ્યો હતો બનાવને પગલે એક તરફ હજુ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દોડી આવ્યા હતા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરબીની મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી જે દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના મેનેજર સહીત નવ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવાયા હતા જે બનાવને ૩ માસ જેટલો સમય થવા આવ્યો છે ત્યારે મોરબી પોલીસે આજે કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી છે.જે ચાર્જશીટમાં ૧૦ આરોપીના નામ છે અગાઉ નવ આરોપી ઝડપાઈ ચુક્યા છે અને જયસુખ પટેલનું નામ આરોપી તરીકે ઉમેરાયું છે જેની વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ ઈશ્યુ થઇ ચુક્યું છે અને તેઓએ આગોતરા જામીન અરજી કરી હોય જેમાં મુદત પડી છે ત્યારે જયસુખ પટેલનું નામ આરોપી તરીકે ઉમેરવામાં આવતા હવે તેમને જો આગોતરા જામીન નહિ મળે તો ધરપકડ પણ થઇ સકે છે પોલીસે આજે કોર્ટમાં ૧૨૦૦ થી વધુ પાનાંની ચાર્જશીટ ફાઈલ કરી છે જેમાં ૧૦ આરોપીઓ વિરુદ્ધ કલમ ૩૦૮, ૩૦૪, ૩૩૬, ૩૩૮ અને ૩૧૪ સહિતની કલમો ઉમેરવામાં આવી છે