મોરબી: ઝૂલતાપૂલ દુર્ઘટના મામલે વધુ બે આરોપી એ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી
મોરબીમાં દુર્ઘટનાના બે આરોપીઓએ નિયમિત જામીન માટે હાઇકોર્ટેમાં અરજી કરી છે. જેમાં બંને આરોપી મહાદેવભાઇ સોલંકી અને મનસુખ પટેલે નિયમિત જામીન માટે અરજી કરી છે. આ બંને આરોપી કેબલ બ્રિજ ખાતે ટિકિટ વહેચણીનું કામ કરતા હતા.
ઝૂલતાપૂલ દુર્ઘટના મામલે પાલિકા અગાઉ સુપરસિડ કરાઈ હતી નિર્દોષ મહિલા સહિત બાળકોનો ભોગ લેવાયો હતો ત્યારે એક બાદ એક તમામ આરોપી ને કોર્ટે સબજેલમાં ધકેલી દીધા હતા ત્યારે થોડા દિવસો પહેલા 3 આરોપી ના જામીન મંજુર થયા હતા ત્યારે ટીકીટ વહેંચણી કરનાર વધુ બે આરોપીએ જામીન માટે અરજી કરી છે જોવું રહ્યું હાઈકોર્ટ માંથી જામીન મળે છે કે નહીં