મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરાશે: સરકારે આપી બાંહેધરી
ગુજરાત સરકારે હાઈકોર્ટમાં સોગંધનામું રજૂ કર્યું, મૃતકોના પરિવારને 10 લાખનું વળતર ચૂકવાશે
મોરબી: મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય આ મામલે ગુજરાત હાઇકોર્ટ જાતે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનવણીમાં હાઈકોર્ટે લાલ આંખ કરતા ગુજરાત સરકારે મોરબી નગરપાલિકાની ગંભીર બેદરકારી હોવાની કબુલાત આપી મોરબી પાલિકાને વિખેરી નાખવા માટે સિદ્ધાંતિક મંજૂરી આપી દીધી હોવાની કબુલાત કરી હતી. દરમિયાન સરકાર દ્વારા મૃતકોના પરિવારને ચૂકવાયેલ ઓછા વળતરમાં પણ વધારો કરી 10 10 લાખ રૂપિયા વળતર આપવાની ખાતરી આપી હતી મોરબી ઝૂલતા ફૂલની ગોઝારી દુર્ઘટનામાં 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
નગરપાલિકાની ઘોર બેદરકારી બાદ ગુજરાત હાઇકોર્ટે સુવોમોટો દાખલ કરી સુનાવણી કરતા તેમજ ઘટનાની અધિકૃત તપાસ બાદ મોરબી પાલિકાની ગુનાહિત સામે આવી હતી દરમિયાન હાઇકોર્ટે સરકાર સામે લાલા આંખ કરી ઘટના અંગે સોગંદનામુ રજૂ કરતા સરકારે મોરબી નગરપાલિકાની લાપરવાહી સ્પષ્ટ થતી હોવાનો એકરાર કર્યો છે તેમ જ ઘટના અંગે મોરબી નગરપાલિકાને સુપર સીટ કરવા સિદ્ધાંતિક મંજૂરી આપી દીધી હોવાની ખાતરી પણ આપી દીધી છે.
જ્યારે ઘટના બાદ ગુજરાત સરકારે મૃતકોના પરિવારજનોને ચારચાર લાખનું વળતર આપ્યું હતું આ વળતર પૂરતું ન હોવાની ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ સરકારે ચાર લાખના બદલે દસ દસ લાખ સુધીનું વળતર આપવાની પણ ખાતરી આપી છે. ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત થયા હતા. 30 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યાની આસપાસ મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. આ બ્રિજને રિનોવેટ કરીને ખુલ્લો મૂકાયાના ગણતરીના દિવસમાં જ તે તૂટી પડ્યો હતો. ફિટનેસ સર્ટીફિકેટ વિના કે કોઇ ટ્રાયલ વિના જ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. આ પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપનીએ આપ્યો હતો જેને જિંદાલ ગ્રૂપે કામ સોપ્યું હતું. પરંતુ આટલી મોટી દુર્ઘટના બાદ પણ કંપનીના માલિકની ધરપકડ તો શું પૂછપરછ પણ કરવામાં નથી આવી. જેથી લોકો સરકાર સામે કંપનીના માલિકને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે.