મોરબી: મોરબી તપોવન વિદ્યાલય ખાતે આચાર્ય નરેશજીનો રાષ્ટ્ર, ધર્મ અને વ્યક્તિત્વ વિકાસ વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં આર્યસમાજમાંથી આચાર્ય નરેશજી તેમજ માતૃભૂમી વંદના ટ્રસ્ટમાંથી મહેશભાઈ ભોરણીયા તેમજ તેમના પિતા પરસોત્તમભાઈ ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય નરેશજી એ તેમના વકતવ્યમાં જ્ઞાન, બ્રહ્મચર્ય, રાષ્ટ્રભાવના, વેદ, સભ્યતા, અંધશ્રદ્ધા જેવી બાબતો પર ખુબ સરળ શૈલીથી માર્ગદર્શન આપી, વિદ્યાર્થીઓને એક આદર્શ માનવી અને નાગરિક બનવા પ્રોત્સાહિત કર્યા. આ તકે શાળાના સંચાલક અશોકભાઈ રંગપરિયા, પ્રિન્સિપાલ નરેશભાઈ સાણજા, પ્રાથમિક વિભાગના સંચાલક દિપ્તીબેન રંગપરિયા તેમજ સમગ્ર સ્ટાફગણ દ્વારા આચાર્ય નરેશજીનો આભાર વ્યક્ત કર્યો હતો.
મોરબી ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાં મોરબી જિલ્લામાં સૌથી ચકચારી ટ્રક વડે મહિલાને કચડી નાખી મૃત્યુ નિપજાવવાના કેસના આરોપી અમૃતભાઈ કેશુલાલ ચૌહાણનો પ્રિન્સી. ડિસ્ટ્રી. એન્ડ સેસન્સ જજ શ્રીવાસ્તવ સાહેબનો ઐતીહાસીક ચુકાદો આપી આરોપી નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડીવી પોલીસ તા. ૩૧/૦૧/૨૦૨૪ ના રોજ ફરીયાદી રમણીકભાઈ કાનજીભાઈ ડાભીની...
રાજ્યભરમાં સાયબર ક્રાઇમ કરી અને મેળવેલ નાણાં મ્યુલ એકાઉન્ટનમા જમા કરી સગેવગે કરનાર શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં છેતરપિંડી નાણાં સગેવગે કરનાર આવા વધું ચાર શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી...
હળવદ શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ રહેતો યુવક પોતાના ઘરે જમવા જતો હોય ત્યારે ત્રણ ત્રણ શખ્સો ફરીયાદીના ઘર પાસે આવી યુવકના કૌટુંબિક ભાઈ સાથે આરોપીઓને ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી યુવક પર ત્રણ શખ્સોએ તલવાર વડે હુમલો કરી માર માર્યો તેમજ સાથી સરોજબેન વચ્ચે પડતા તેમને પણ માર...