આજરોજ નાનીવાવડી કન્યા પ્રાથમિક શાળાના પટ્ટાંગણમાં ‘દીકરીની સલામ દેશને નામ’ કાર્યક્રમ અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલ દીકરીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કુમાર અને કન્યા પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8 ના બાળકો દ્વારા દેશભક્તિના વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયા, તાલુકા પંચાયત સભ્ય, ગામના સરપંચ ગોદાવરીબેન, ગામના વડીલો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શિક્ષક ભાઈ બહેનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલ નજીક રોડ ઉપર ટાટા ગાડીએ એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પુત્રએ આરોપી ગાડી ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પાછળ બોખાની વાડીમાં રહેતા હિરાલાલ...
મોરબી શહેર તેમજ જિલ્લામાં વ્યાજના દુષણને ડામવા પોલીસ તેમજ જ રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવા છતાં તમામ પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા છે અને વ્યાજખોરો આજે પણ બેફામ બની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીમાં વેપારીએ ધંધા માટે વ્યાજે રૂપિયા લીધેલ હોય તે રૂપિયા વ્યાજ સહિત ચૂકવી આપેલ હોય...