Sunday, May 18, 2025

મોરબી નવા બસ સ્ટેન્ડનુ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યુ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:મોરબી નવુ બસ સ્ટેન્ડ છેલ્લા છ મહિનાથી તૈયાર થય ગયું છે. આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મોરબી ખાતે ૫૪૩ લાખથી વધુના ખર્ચે બનાવવામાં આવેલ એસટી બસ સ્ટેન્ડનુ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

મોરબી નવા આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મોરબીની આગવી ઓળખ સમાન આ નવા આધુનિક બસ સ્ટેન્ડને કાયમી આવુને આવું સ્વચ્છ સુઘડ રાખવાની જવાબદારી મોરબીના રહેવાસીઓની છે. તેમજ આ તકે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હાલમાં મોરબી વિભાગીય એસટી ડેપો દ્વારા વિવિધ એક્સપ્રેસ, લોકલ, ઇન્ટરસિટી, અને ઇલેક્ટ્રિક બસ મારફતે દૈનિક ૫૦ હજાર કિલોમીટર ઉપર બસ દોડવાઈ રહી છે અને મોરબી રાજકોટ વચ્ચે અતૂટ નાતો હોય દૈનિક ૭૦ ઇન્ટરસિટી અને ૨૦જેટલી એસી ઇલેક્ટ્રિક બસ દોડવાઈ રહી છે જે આવનાર સમયમાં હજુ પણ વધારી મુસાફરોની સુગમતા માટે આગામી તા.૨૧ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે નવી ૩૨૧ બસ ભેટ આપવામાં આવશે તેમાંથી પણ મોરબીને નવી બસ ફાળવવામાં આવશે તેમ જણાવી મોરબીને સુવિધા માટે સરકાર હમેશ વિચારાધીન હોવાનું તેમને જણાવ્યું હતું. તેમજ મોરબીથી ટોટલ ૭૦૪ ટ્રીપ કરવામાં આવે છે. જેમાંથી આશરે પચાસ હજાર કિમીની ટ્રીપ થાય છે. રોજીંદી એકપ્રેસ બસો ૧૭૦ રૂટ પર ચાલે છે. જેમાં રોજના ૩૨૯૬૦ લોકો મોરબીથી મુસાફરી કરે છે. અને આવનાર વર્ષોમાં આ આંકડો વધુને વધુ વધશે તેમને પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું.

મોરબીના નવ નિર્મિત નવા બસસ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે મોરબીથી સમગ્ર રાજ્યના લોકોને ચેતવણી આપવાની સાથે સાવધાન કરું છું, પ્રેમ કરવો કોઈ ગુન્હો નથી પણ સલીમ સુરેશ બનીને બહેન દીકરીને ફસાવે કે સુરેશ સલીમ બનીને બહેન દીકરીને પ્રેમજાળમાં ફસાવે તે જરાય સાંખી નહિ લેવાય. તેમજ પ્રેમ કરવો ગુનો નથી. પ્રેમના નામને બદનામ કરનાર સાંભળી લે. કોઈ સલીમ સુરેશના નામે મારી ભોળી દીકરીને ફસાવે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે. સલીમ સુરેશ બને કે સુરેશ સલીમ બને એ ખોટું છે. એક અરજી પર જ કડક કાર્યવાહી કરવામાં આવે બીજો ધક્કો ખવડાવવામાં નહિ આવે. મોરબી નગરજનોના સૌ નગરજનોને અપીલ છે. તમામની આ જવાબદારી છે. કોઈની આસ્થા કોઈના પ્રેમને બદનામ કરવાનો હકક કોઈને નથી. પોલીસ સમગ્ર રીતે સક્ષમ છે. અને આવી એક પણ ઘટનાને ગંભીરતા થી લેવામાં આવશે.


મોરબી નવા બસસ્ટેન્ડના લોકાર્પણ સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મોરબીના ધારાસભ્યો અને સાંસદ પ્રજાજનોની ખૂબ જ ચિંતા કરે છે સાંસદ અને ધારાસભ્યોએ સામુહિક રીતે સૂચન કરી મોરબી જિલ્લામાં વ્યાજખોરો સામે પગલા ભરવા તેમની સમક્ષ માંગણી કર્યા બાદ ત્વરિત કામગીરી કરી પોલીસે લોકદરબાર ભરી ઝુંબેશરૂપી કામગીરી કરતા અનેક પરિવારનો માળો વીંખાતા બચી ગયો હોવાનું અને બહેનોના મંગળસૂત્ર તેમજ ઘરના ઘર બચી ગયા હોવાનું ગૃહમંત્રી સંઘવીએ જણાવ્યું હતું. તેમજ ગુજરાત પોલીસે કાયદાની બુક પર આ દૂષણ ખોરોને જેલ હવાલે જ નથી કર્યા મારા બહેનોને સપનાનું ઘર અપાવવાનું કામ કર્યું છે. નાની મોટી રકમની જરૂર હોય તે લીધી હોય તેના મંગલ સૂત્ર અપવવાનું કામ મોરબી પોલીસે કર્યું છે. આ લડાઇનો અંત પૂર્ણ નથી થતો આ લડાઈનો અંત સામાજીક લડાઈથી પૂર્ણ થાય છે. મોરબી એસપી તેમજ રેન્જ આઇજીને ખાસ સૂચન છે કે, અઠવાડિયે જે વ્યાજખોર સામે જે અરજીઓ આવી છે. તેમાં સિનિયર અધિકારીઓ દ્વારા ધ્યાન લઇ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર