મોરબી તાલુકાના પંચાસર ગામે ખેતરમાં રહેલાં ઢગલો કરેલા એરંડા માં આગ લગાડવાનો બનાવ બનતા આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકના પંચાસર ગામમાં જામભા ઉમેદસિંહ જાડેજાની વાડીમાં એક ઓરડીમાં રહેતાં હીરાભાઇ ભનાભાઈ પરમારે વિઘોટી માં રાખેલ 60 વિઘા ખેતરમાં વાવેલ 900 મણ એરેંડાના પાક તૈયાર થઇ ગયેલ હોવાથી તેની કાપની કરી ઢગલા ખેતરમાં રાખેલા હતા.દરમિયાન રવિવારે બપોરના સમયે આરોપી ભવાનસિહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરુભાઝાલા નામના શખ્સોએ અંગત અદાવત રાખી ખેતરમાં તૈયાર પાક રૂ 1.26 લાખના સળગાવી નાખ્યો હતો અને હીરાભાઈ પરમારને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી ભવાનસિંહ અલુભા ઝાલા અને ભુરૂભા સુરુભા ઝાલા વિરુદ્ધ ગુન્હો નોધી આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી અંગે પીએસઆઈ વીકે કોથીયા તપાસ ચલાવી રહ્યા છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ -03 મોટરસાયકલ ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ હોય તે મુજબ સર્વેલન્સ સ્કડનો સ્ટાફ મોરબી...
રસીકરણ એટલે સુરક્ષા કવચ, કોઈપણ રોગ કે બીમારીને મૂળમાંથી નાબૂદ કરવા તેમજ રોગ થાય પહેલા જ તેનું નિવારણ એટલે રસીકરણ. સરકાર દ્વારા રસીકરણને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તે બાબતે લોકોને જાગૃત કરવા માટે પણ રસીકરણ અભિયાન જેવા વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહીવટી...