મોરબી: 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નીલકંઠ સ્કૂલમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ ના મહત્વ ને સમજીને મૂલ્ય શિક્ષણ માટે હંમેશા અગ્રેસર રહેતી નીલકંઠ સ્કૂલ દ્વારા ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટ અને ગુજરાત માટે ગર્વ કહી શકાય તેવા મહિલા ભૂમિકાબેન ભૂત કે જેઓ ગિરનાર પર્વત આરોહણ માટે પ્રખ્યાત છે અને અલગ અલગ સ્પર્ધામાં તેમણે 26 જેટલા ગોલ્ડ મેડલ મેળવેલા છે. તેમણે 8માં નંબરનું માઉન્ટ મનાસ્લુનું આરોહણ કર્યું છે.પોતે હૈયું,હામ અને હિમાલય નામના પુસ્તકના લેખક પણ છે. તેવી વિરલ મહિલા ભુમિકાબેન ભૂતનું નીલકંઠ સ્કૂલ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું અને તેમના દ્વારા નારી સશકિતકરણ વિષય પર સ્કૂલની વિદ્યાર્થિનીઓને સંબોધન આપવામાં આવ્યું.