Sunday, June 22, 2025

મોરબી: પાર્લર નો બિઝનેસ કરતી યુવતી ને ન્યાય ની આશા !

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીમાં રહેતી યુવતી પાર્લર ના વ્યવસાય સાથે સંકરાયેલ છે સોસીયલ મીડિયાના માધ્યમ થી મિત્રતા થઈ ત્યાર બાદ ન થવાનું થતાં મામલો પોલીસ મથક બાદ કોર્ટમાં છે. યુવતી ન્યાયની આશા ઝંખી રહી છે

મોરબીમાં રહેતી અને પાર્લરનો ધંધો કરતી યુવતીએ થોડા સમય પહેલા રફાળેશ્વર ગામે રહેતા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, પાંચેક વર્ષ પહેલા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ તેની સાથે ફ્રેન્ડશીપ કરી હતી અને જે તે સમયે તે સગીરા હોવા છતાં તેને લગ્નની લાલચ આપીને તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને ત્યાર બાદ ૧૮ વર્ષ પૂરા થયા પછી તેની સાથે તેના પતિની જેમ એક જ મકાનમાં રહીને અવારનવાર શરીર સંબંધ બાંધ્યો છે અને ત્રણેક મહિના પહેલા પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ભોગ બનેલ યુવતીએ લગ્ન કરવા માટેનું કહ્યું હતું ત્યારે તેની સાથે ઝઘડો કરીને પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જતો રહ્યો હતો જેથી યુવતીએ પ્રતિપાલસિંહ વિશે તેના ભાઈ જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાને ફોન કરીને પૂછતા તેણે યુવતીને ગાળો આપી હતી અને ફોન નહીં કરવા માટે થઈને ધમકી આપેલ છે જેથી યુવતી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અગાઉ જયદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં મુખ્ય આરોપી પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (૨૬) રહે, રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર