મોરબી: મોરબીમાં વધતા છેડતીના બનાવો અને ગુનાખોરીને ડામવા પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે જેમાં ગઈકાલે વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યા બાદ આજે પોલીસે શાળા અને ટ્યુશન કલાસીસના સંચાલકો સાથે આજે પોલીસે મીટીંગ યોજી હતી જે મીટીંગમાં જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી એ ઝાલા સહિતના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું.
મોરબીની ખાનગી શાળાના સંચાલકો અને ટ્યુશન તેમજ કોચિંગ કલાસીસના સંચાલકો સાથે એ ડીવીઝન પોલીસ મથક ખાતે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં વિવિધ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો શાળા અને કલાસીસ સંચાલકો પાસેથી વિવિધ સૂચનો લેવામાં આવ્યા હતા જેમાં ક્યાં વિસ્તારમાં પોલીસને વધુ પેટ્રોલિંગની જરૂરત છે, શાળા-કોલેજ વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી.
જે મામલે જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે શાળા પાસે ટ્રાફિક સમસ્યા હોય તેવા વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે અને ટ્રાફિક ક્લીયરન્સ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે તો વાલીઓને પણ જરૂરી સૂચનાઓ આપવામા આવી હતી જેમાં નાની ઉમરના બાળકોને વાહનો ચલાવવા ના આપવા, લાયસન્સ મેળવ્યા બાદ જ વાહન ચલાવવા આપવું અને આવા કેસમાં વાલીઓની જવાબદારી ફિક્સ થાય છે તેવી માહિતી આપવામાં આવી હતી.
સાથે જ દીકરીઓ સાથે દીકરાને પણ સમજણ આપવામાં આવે જેમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો, મહલા સુરક્ષા અને મહિલા સન્માન અંગે દીકરાઓને જરૂરી માહિતી આપવી જેથી આવા કૃત્ય ના કરે અને પોલીસને એક્શન લેવાની ફરજ ના પડે તેમ જણાવ્યું હતું સાથે જ છેડતી જેવા બનાવોમાં ફરિયાદી પોતાની ઓળખ જાહેર કરવા ના માંગતા હોય તો પણ કાયદાની જોગવાઈ પ્રમાણે પોલીસ નામ ગુપ્ત રાખી એક્શન લઇ સકે છે તે સહિતની માહિતી આપવામાં આવી હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...