મોરબી: બાઇક પાર્ક કરવા બાબતે મારામારી થતાં મામલો પીલીસ મથકે પોહચ્યો
મોરબી: મોરબીના રામચોક ચોકડી સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષ નીચે વાહન પાર્ક કરવા બાબતે બે પક્ષો વચ્ચે માથાકુટ થતા મારામારી થઈ હતી. આ બનાવ અંગે ભોગ બનનાર બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે વર્ધમાન રેસીડેન્સી બ્લોક નં -૪૦૫ માં રહેતા શ્વાતીબેન પિયુષભાઈ અઘેરા (ઉ.વ.૩૨)એ આરોપી સ્મિતાબેન નવનિતભાઈ રૂપારેલિયા, નવનિતભાઈ બાબુલાલ રૂપારેલિયા, કરણભાઈ નવનિતભાઈ રૂપારેલિયા તથા ધૃવભાઈ તમામ રહે. મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૦૪-૨૦૨૩ ના રોજ બપોરના બારેક વાગ્યાનાં અરસામાં ફરીયાદી હિરો માઇસ્ટ્રો ટુ વ્હીલર લઇ તેના ઘરેથી નીકળી મોરબીના રામચોક ચોકડી સિદ્ધિવિનાયક કોમ્પલેક્ષમા ફરીયાદી ઓફીસે આવેલ અને કોમ્પ્લેક્સની નીચે રોજીંદુ પાર્ક કરતા તે વખતે કોમ્પ્લેક્સમાં નીચે ભવાની ખમણ વાળી દુકાનમાંથી સ્મીતાબેનનાઓ ફરીયાદી પાસે આવી ફરીયાદીને જણાવેલ કે આ તમારૂ વાહન આ જગ્યા પર પાર્ક કરવુ નહિ મારે અહિંયા મારા ગ્રાહકોને બેસાડવા માટેની જગ્યા છે જેથી ફરીયાદીએ ના પાડતા આરોપી સ્મિતાબેને આવેશમાં આવી જઈ પોતાના હાથમાં રહેલ પોતાના ધંધા ખમણ કાપવાની નાની પટ્ટી વાળી લાકડાના હાથા વાળી છરી લઈ આવી મારી સાથે મારા મારી કરી મને માથાના વાળ પકડી તેમજ લાતો ઢીંકા પાટુનો માર મારવા લાગેલ અને આરોપી નવનીતભાઈ તથા કરણભાઈ તથા ધૃવભાઈનાઓ એમ ત્રણેય જણાએ મને પકડી રાખી આરોપી સ્મિતાબેને મને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભુંડાબોલી ગાળો આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર શ્વાતીબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે મોરબીના શનાળા રોડ શક્તિ પ્લોટ -૦૪ આસ્થા એપાર્ટમેન્ટ -૬૦૨ વોડાફોન ઓફિસ સામે રહેતા સ્મિતાબેન નવિનભાઇ રૂપારેલિયા (ઉ.વ.૫૧) એ આરોપી શ્વાતીબેન પિયુષભાઈ અઘેરા, પિયુષભાઈ જયંતિભાઈ અઘેરા, અભયભાઈ, તથા સૌરવભાઈ તમામ રહે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૦૪-૨૦૨૩ ના બપોરના બારેક વાગ્યાના અરશામાં ફરીયાદીએ આરોપી શ્વાતીબેનને પોતાનુ હિરો માઇસ્ટ્રો ટુ વ્હીલર લઇ આવી રિધ્ધીસિધ્ધી કોમ્પ્લેક્સની નીચે પાર્ક કરતા તે વખતે કોમ્પ્લેક્સમાં નીચે ભવાની ખમણ વાળી દુકાનમાંથી ફરીયાદી નિકળી આરોપી શ્વાતીબેન પાસે આવી જણાવેલ કે આ તમારૂ વાહન આ જગ્યા પર પાર્ક કરશો નહિ અહિંયા ગ્રાહકોને બેસાડવા માટેની જગ્યા મળી રહે તેમ વાત કરતા આરોપી શ્વાતીબેન આવેશમાં આવી જઈ ફરીયાદી સાથે મારા મારી કરી ફરીયાદીના માથાના વાળ પકડી તેમજ લાતો ઢીંકા પાટુનો માર મારવા લાગેલ અને આરોપી પિયુષભાઈ તથા અભયભાઈ તથા સૌરવભાઈ નાઓ એમ ત્રણેય જણાએ ફરીયાદીને પકડી રાખી આરોપી શ્વાતીબેને ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભુંડાબોલી ગાળો આપી હતી. જેદી ભોગ બનનાર સ્મિતાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.