Friday, July 11, 2025

મોરબી રવાપર ચોકમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રવાપર ચોકમાં હનુમાનજી મંદિર નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમા હોય દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ ને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબી રવાપર ચોકમા હનુમાનજીમંદીર પાસે સ્ટ્રીટલાઇટના અંજવાળે અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાના પાનાવડે તીનપતીનો જુગાર રમતા હોય જેથી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા પાંચ ઇસમો ગોળ કુંડાળુ વળી જુગાર રમતા હોય જેથી જુગાર રમતા પાંચ ઇસમો નીરવભાઇ અશોકભાઇ ગંદા રહે. મોરબી રવાપરગામ રવાપર રેસીડેન્સી જમુના પી. બ્લોકનં.૧૦૩, સુરેશભાઇ નાનજીભાઇ મિયાત્રા રહે.મોરબી રવાપરગામ ચિત્રકુટ સોસાયટી, હસમુખભાઇ ખોડાભાઇ મુંધવા રહે.મોરબી રવાપર ઉમીયા સોસાયટી-૧ મહાબલી હનુમાનજી મંદીર પાસે, પ્રજ્ઞેશભાઇ ઉર્ફે રઘો રમેશભાઇ ગોઠી રહે.મોરબી રવાપર રોડ શ્રીજી એપાર્ટમેન્ટ બ્લોકનં.૭૦૨, નિર્મળભાઇ ભગવાનજીભાઇ બરબસીયા રહે.મોરબી રવાપર ગામ સરદાર સોસાયટી વાળાને રોકડ રૂ.૨૫૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ઇસમો વિરુધ્ધ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર