મોરબી રાજકોટ હાઇવે ઉપર ડંમ્પર ટ્રકે બાઇકને અડફેટે લેતા દંપતી ઈજાગ્રસ્ત
મોરબી: મોરબી રાજકોટ હાઇવે કેનાલ રોડ દલવાડી સર્કલ પાસે રોડ ઉપર ડંમ્પર ટ્રકે બાઇકને અડફેટે લેતા દંપતી ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર આધેડે આરોપી ડંમ્પર ટ્રકના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મોટા ભેલા ગામે રહેતા નરશીભાઈ વાલજીભાઈ બોપલીયા (ઉ.વ.૫૦) એ આરોપી ડમ્પર રજીસ્ટર નંબર જીજે- ૩૬- વી-૮૦૮૯ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૦૧- ૧૨-૨૦૨૨ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે કેનાલ રોડ દલવાડી સર્કલ પાસે રોડ ઉપર આરોપીએ પોતાના હવાલા વાળુ વાહન ડંમ્પર ટ્રક નં- જીજે- ૩૬- વી-૮૦૮૯ વાળી પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી બેદરકારીથી ફરીયાદીનું હિરો હોન્ડા પ્રો. મોટર સાયકલ જેનો રજીસ્ટર નં-GJ-૦૩-ઈ.એફ-૮૩૨ ને સામેથી ટક્કર મારી એકસીડન્ટ કરી પછાડી દઇ ફરીયાદીને જમણા પગના એડી નિચે ગાદીના ભાગે તળીયામાં ઈજા કરી ટાંકા આવેલ હોય તથા પાછળ બેસેલ ફરીયાદીની પત્નિ શારદાબેનને શરીરે મુંઢ ઈજા કરી એકસીડન્ટ કરી ડમ્પર ટ્રક ચાલક નાસી ગયો હતો. આ બનાવ અંગે નરશીભાઈ એ આરોપી ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ IPC કલમ.૨૭૯,૩૩૭ તથા એમ.વી.એક્ટ કલમ-૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.