તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાઈ હતી જેમાં વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર રઘુવંશી સમાજના અગ્રણી, રામધામના સ્વપ્નદ્રષ્ટા એવા જીતુભાઈ સોમાણી જંગી બહુમતીથી વિજયી બન્યા છે ત્યારે ૧૮૨ ધારાસભ્યો માંથી એક માત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે જીતુભાઈ સોમાણીએ સમસ્ત લોહાણા સમાજને ગૌરવ અપાવ્યુ છે ત્યારે સમસ્ત લોહાણા સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો સન્માન સમારોહ તેમજ વિજયોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મોરબી લોહાણા સમાજની વિવિધ સંસ્થાના અગ્રણીઓ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરી રેલી સ્વરૂપે શ્રી રામધામ મુકામે પહોંચ્યા હતા.
મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે.
નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના મઢની પદયાત્રામાં નીકળતા પદયાત્રીઓની સેવા માટે શિવસેવક ગ્રુપ દ્વારા સૂરજબારી પુલ પાસે કેમ્પ યોજવામાં આવે છે. શિવસેવક ગ્રુપ 2012...
મોરબી તાલુકાના રંગપર ગામના બસ સ્ટેન્ડ સામે લીઝાર્ટ સીરામીકની બાજુમાંથી આઇ-૧૦ કારમાથી વિદેશી દારૂની ૦૩ બોટલ જેની કિંમત રૂપિયા ૩૯૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૫,૦૩,૯૦૦ નાં મુદામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન આરોપીએ પોતાના કબ્જા ભોગવટા...
મોરબીના કંડલા બાયપાસ પાસે મચ્છુ -૦૩ ડેમમાં પાણીમાં ફૂલ પધરાવવા જતા પડી ગયેલ દીલીપકુમાર નારણભાઈ ચુડાસમા (ઉ.વ.૪૮) નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.