મોરબી: મોરબી નગરપાલિકામાં સત્તાધારી બોડીનું વિસર્જન થઈ ગયા પછી હાલ વહીવટદાર અને ઇન્ચાર્જ ચીફ ઓફિસર થી નગરપાલિકાનો વહીવટ ચાલી રહ્યો છે જેમાં કામચોર અને ભ્રષ્ટ કર્મચારીઓને ઘી કેળા થઈ ગયા હોય તેમ લોક ફરિયાદનો કોઈ ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયા છે.
મોરબીમાં મચ્છુ-૨ ડેમની માઇનોર નંબર-૨ માં બંને બાજુની જમીન સિંચાઇ વિભાગ દ્વારા સંપાદિત કરેલી છે તેને નગરપાલિકા સર્વિસ રોડ કહે છે જેની માલિકી આજે પણ સિંચાઈ વિભાગની છે. ત્યાં રોડ બનાવવાનો નિર્ણય કર્યો અને તેનો તારીખ: ૫-૪-૨૦૨૨ ના રોજ વર્ક ઓર્ડર આપીને એક વર્ષની મુદત આપી છે. આજની તારીખે પણ આ રોડમાં કોઈ પ્રગતિ નથી અને જેમાં ગાંડા બાવળ ઊગી નીકળ્યા છે. આ કેનાલ રોડ ઉપર વિકસિત એરીયો હોય તેના બિનખેતી અને લેઆઉટ પ્લાનમાં સરકારના પરિપત્ર મુજબ નગરપાલિકાના રોડને મળે તે રીતે જે તે સર્વે નંબરમાં દશ મીટર નો રોડ મૂકવો અને તે અંગેનું લેઆઉટ સાથે કરવામાં આવતાં સોગંદનામાંમાં તેનો ફરજિયાત ઉલ્લેખ કરવો તેવું જણાવ્યું છે.
પરંતુ સોગંદનામાં માં રોડ મુકવામાં આવે છે અને સ્થળ ઉપર મૂકવામાં આવતો નથી અને લોકોને આ કેનાલનો રોડ બતાવીને લોકો સાથે સીધી છેતરપિંડી કરવામાં આવી રહી છે. છતાં વહીવટી તંત્ર નાં પેટનું પાણી હતું નથી. આવી જ વાત ઉભરાતી ગટરની છે સનાળા રોડ ઉપર વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાય છે. મોરબી શહેરના વરસાદી પાણી નિકાલના વોકળા અને વહેણો બંધ કરી દેવાતા વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે. અને જે બે દિવસ પહેલાં કમોસમી વરસાદનું ઝાપટું પડી ગયું તેનું પાણી ભૂગર્ભમાં ઘુસી ગયું હોય તેમ રોડ ઉપર ભુગર્ભ ગટર નાં ગંદાપાણી વહી રહ્યા છે જેની પણ વહીવટી તંત્ર દરકાર લેતું નથી તે પણ તેટલી જ હકીકત છે. અહીં એ વાત જણાવી દઈએ કે મોરબી શહેરના ફૂટપાથ ઉપર અને ફૂટપટની બાજુના રોડ પર બેફામ લારી-ગલા અને રેકડીઓનું જમીન દબાણ છે જેની વારંવાર ફરિયાદ થાય છે નગરપાલિકા આવા દબાણો દૂર કરાવવામાં નિષ્ફળ ગઈ છે. નકકર કામગીરી કરવામાં આવતી જ નથી તેવું નજરે દેખાઈ રહ્યું છે.
હળવદ થી શીવપુર તરફ જતા રોડ ઉપર સ્કોર્પિયો કાર બાઈકને હડફેટે લેતા બાઈક સવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જેથી આ બનાવમાં આરોપી સ્કોર્પિયો કાર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા અને મજુરી કામ કરતા કિશન રમેશભાઈ દંતેસરીયા (ઉ.વ.૨૭) એ...