મોરબી: સમથેરવા ગામની સીમમાં જુગારી ત્રણ બાદશાહ કાઢે એ પહેલાં પોલીસે ત્રણ એક્કા કાઢી શો કરાવ્યો ! મુદ્દામાલ સાથે આઠને ઝડપી પાડ્યા
મોરબી: સમથેરવા ગામની સીમમાં આવેલ વાડીના રહેણાંક મકાનમાં જુગાર રમતા ૮ ઇસમોને રોકડા રૂપીયા-૫,૦૫,૨૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો.
મોરબી એલસીબી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલ નાઓને સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. મોરબીના સ્ટાફ ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. તે દરમ્યાન એલ.સી.બી. મોરબી પોલીસને બાતમી મળેલ કે, મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા રહે.રંગપર તા. જી. મોરબી વાળાના કબ્જા ભોગવટા વાળી સમઘેરવા ગામનીસીમમાં આવેલ વાડીના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે સમથરેવાગામની સીમમાં રેઇડ કરતા જુગાર રમતા ૮ ઇસમો મહાવીરસિંહ ઉર્ફે માવુભા દિલુભા ઝાલા રહે, રંગપર તા. જી. મોરબી, કનુભાઇ નકુભાઇ ખાચર રહે. રંગપર તા.વાંકાનેર જિ, મોરબી, પ્રવિણભાઇ વાલજીભાઇ કુંનતીયા રહે.વરડુસર તા.વાંકાનેર જી.મોરબી, મોમભાઇ નાથાભાઇ ડાભી રહે.વરડુસર તા. વાંકાનેર જી.મોરબી, દાનાભાઇ બીજલભાઇ ડાભી રહે. વરડુસર તા. વાંકાનેર જી.મોરબી, સંજયભાઇ લીંબાભાઇ બાબુતર રહે.પીપળીયા(શુકલ) તા.જી.રાજકોટ, મુકેશભાઇ બાબુભાઇ ઉડેસા રહે. કડીયાણા તા. હળવદ જિ. મોરબી, દિલીપભાઇ દેવશીભાઇ ખીમાણીયા રહે. રાણેકપર તા. હળવદ જિ. મોરબી વાળાને રોકડ રૂ.૫,૦૫,૨૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
